તલની ચીકી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગોળને ઝીણો સમારી લો.
- 2
તલને એક કડાઈમાં શેકી લો. એક પ્લાસ્ટિક અને વેલણ ને ઘી લગાવી દો.
- 3
એક કઢાઈમાં ઘી અને ગોળ લો. ચીકી માટે એક વાટકી ગોળ અને 1/2વાટકી તલ એ પ્રમાણે માપ લેવાનું છે.
- 4
ઘી અને ગોળને હલાવતા જ રહો. એક વાટકીમાં પાણી લો.
- 5
ગોળનો કલર બદલાઈ જશે. હવે તેમાંથી એક ટીંપુ ગોળ પાણી વાળી વાટકીમાં નાખો. જો એકદમ કડક થઈ જાય તો પાયો થઇ ગયો છે. પછી તેમાં તલ નાખી હલાવીને ગેસ બંધ કરી દો.
- 6
પછી તે મિશ્રણને ઘી લગાવેલા પ્લાસ્ટિક પર કાઢો.
- 7
તેની ઉપર બાકીનુ 1/2 પ્લાસ્ટિક મૂકીને વેલણથી વાળો. પછી તેને ગરમ ગરમ જ ચપ્પુ વડે ઉપર ઉપરથી કાપા પાડો.
- 8
પછી તેને ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય પછી કાપા પાડ્યા છે એ રીતે કટકા કરો તૈયાર છે તલની ચીકી....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14396146























ટિપ્પણીઓ (2)