ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati)

Sheth Shraddha S💞R @cook_25001876
ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને ધોઈ ને ૧ કલાક જેટલા પલાળી દો.
- 2
ત્યારબાદ ટામેટાં અને ડુંગળીની ગ્રેવી તૈયાર કરી લો.
- 3
પછી તેલ મૂકી તેમાં જીરું મુકો.જીરું થાય એટલે તેમાં તજ,લવિંગ,હિંગ અને લસણ નાખો.
- 4
લસણ ગુલાબી થાય એટલે તેમાં ટામેટાં ની ગ્રેવી ઉમેરો.અને તેમાં મીઠું અને મરચું ઉમેરીને બરોબર હલાવી નાખો અને ૫ મિનિટ જેટલી ગ્રેવી ને ઉકળવા દો.
- 5
ત્યારબાદ તેમાં ચોખા,વેજિટેબલ્સ, ગરમમસાલો,કોથમીર અને પાણી નાખીને બરોબર હલાવી નાખો.
- 6
કુકર બંધ કરી ૩ સીટી વગાડી લો.કુકર ઠરે એટલે ઉપર થી કોથમીર નાખી દહીં સાથે સર્વ કરો.
- 7
આમાં તમે તમારા બીજા મનપસંદ વેજિટેબલ્સ પણ ઉમેરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14449854














ટિપ્પણીઓ (5)