ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વડી બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ અને બાજરાનો લોટ લિયો.
- 2
ત્યારબાદ તેમાની મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો,લીંબુ, ગોળ,મેથી, તેલ આદુ મરચા અને જરૂર મુજબ પાણી નાખીને લોટ તૈયાર કરી લો.
- 3
ત્યારબાદ તેની વડી ત્યાર કરી ને તેલ મા ડીપ ફાય કરી લ્યો.
- 4
ત્યારબાદ ઉંધ્યા ના વઘાર માટે તેલ ગરમ કરવા મુકી દીયો અને તેમા રાઈ, જીરૂ, હિંગ અંદુ, મરચા, લીમડો ઉમેરી ને બટેકી નો વઘાર કરી લ્યો.
- 5
ત્યારબાદ તેમા વટાણા, વાલોર અને લીલા કઠોળ ઉમેરીને બરાબર હલાવો.
- 6
ત્યારબાદ તેમાં મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ગોળ, ટામેટાં બધું જ ઉમેરી અને તેમાં પાણી ઉમેરીને બરાબર હલાવો.
- 7
ત્યારબાદ તેને કૂકરમાં બે સીટી કરી લ્યો.
- 8
ત્યારબાદ રીંગણા અને વળી ઉમેરીને બરાબર ઉકળવા દો અને વળી ને ચડવા દો.
- 9
ત્યારબાદ તેને કોથમીર વડે ગાર્નિશ કરીને સર્વિંગ બાઉલમાં સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14475685













ટિપ્પણીઓ (2)