ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)

#KS
#undhiyu
#cookpadindia
# cookpadgujrati
આમ તો છોકરાઓ બધા જ શાક ખાતા નથી.એટલે હું ઊંધિયા માં જ ઘણા બધા શાક ઉમેરી દઉં છું તેમને ખબર પણ ન પડે ,rather ખબર પડે તો પણ ટેસ્ટ ભાવે એટલે ખાઈ લે છે.આ ગ્રીન ઉંધીયું જોઈ ને જ ખાવાનું મન થાય જાય મારા ઘરે બધાને ખુબ જ ભાવે છે.માર્કેટ માં બધા દાણા આવવાના ચાલુ થાય ત્યારથી એવરી સનડે લંચ માં ગ્રીન ઉંધીયું જ હોય અને આજુ બાજુ તો સુગંધ પહોંચી જ ગઈ હોય.....😋
ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)
#KS
#undhiyu
#cookpadindia
# cookpadgujrati
આમ તો છોકરાઓ બધા જ શાક ખાતા નથી.એટલે હું ઊંધિયા માં જ ઘણા બધા શાક ઉમેરી દઉં છું તેમને ખબર પણ ન પડે ,rather ખબર પડે તો પણ ટેસ્ટ ભાવે એટલે ખાઈ લે છે.આ ગ્રીન ઉંધીયું જોઈ ને જ ખાવાનું મન થાય જાય મારા ઘરે બધાને ખુબ જ ભાવે છે.માર્કેટ માં બધા દાણા આવવાના ચાલુ થાય ત્યારથી એવરી સનડે લંચ માં ગ્રીન ઉંધીયું જ હોય અને આજુ બાજુ તો સુગંધ પહોંચી જ ગઈ હોય.....😋
રાંધવાની સૂચનાઓ
- 1
મુઠીયા માટે: એક બાઉલ માં ઘઉં નો કરકરો લોટ (તે ન હોય તો રવો પણ ચાલે),ચણા નો લોટ,મેથી એકદમ ધોઈ ને સાફ કરેલી,બાકી નો બધો જ મસાલો એડ કરવો.તેલ ગરમ કરી ને એડ કરવું.સોડા નાખી ને તેના ઉપર લીંબુ એડ કરવું તેથી સોડા મસ્ત activate થઈ જશે.બધું હલકે હાથે હલાવી ને ગોળ અથવા ઓવલ shape ના મુઠીયા વાળી લેવા.તેલ ને પહેલા સરખું ગરમ કરવું,મુઠીયા એડ કરી ને પછી ગેસ ની ફલેમ સ્લો કરી દેવી અને મિડિયમ તાપ પર મુઠીયા બરાબર તળવા.ફાસ્ટ પર તળશો તો અંદર થી કાચા રહી જશે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.
- 2
- 3
વાટવાનો મસાલો:. નાળિયેર ને છીણી લો અથવા મિક્સર જાર માં પીસી લો.1/2 ટોપરું અલગ કાઢી લો. 1/2 નાળિયેર અને બાકી ની બધી વસ્તુ મિક્સર જાર માં પીસી લો.
- 4
શાક બનાવવા માટે:. બટેટા,કેળા,રીંગણાં,માં થોડો વાટેલો મસાલો ભરો. કૂકર માં ૨ ચમચા મુઠીયા તળેલું તેલ ગરમ કરી,તેમાં થોડી વાટેલી પેસ્ટ એડ કરી સાતડો.લસણ ખાતા હોય તો તેમાં લીલું લસણ સાતડો,પછી તેલ છુંટુ પડે એટલે પહેલા તેમાં બધા દાણા,પછી નાની પાપડી પછી બધા ભરેલા શાક,પછી, વાલોળ પાપડી અને બીજા શાક એડ કરો તેમાં સાકર અને મીઠું એડ કરવા.બરાબર હલાવી ને સાતડો.પછી તેમાં ૨ ગ્લાસ પાણી એડ કરી હલાવી મુઠીયા ઉપર ભભરાવી દો.કૂકર બંધ કરી ૨ સિટી વગાડી ને ગેસ બંધ કરી દો.(મુઠીયા પાણી ચુશે)
- 5
- 6
ગેસ બંધ કરી ને ૨ j મિનિટ માં કૂકર ની વરાળ કાઢી ને કૂકર ખોલી દો.જેથી શાક લીલા જ રહેશે પીળા નહિ પડે.પછીએક મોટી કડાઈ માં મુઠીયા તળેલું જ તેલ ગરમ કરો,તેમાં બાકી ની બધી જ પેસ્ટ સાતડી લો.તેમાં ગરમ મસાલો એડ કરો.થોડી કોથમીર એડ કરી,તેમાં કૂકર નું બધું શાક એડ કરી ઉપર થી થોડી હિંગ એડ કરી ઉકળવા દો.તેલ છૂટું પડે એટલે ઉપરથી લીંબુ નો રસ ટોપરા નું છીણ, અને કોથમીર એડ કર ને ગેસ બંધ કરી દો.આમ કરવા થી શાક લીલું j રહેશે. (મારે ત્યાં ભરેલા આખા શાક છોકરાઓ ને નથી ભાવતા એટલે ટુકડા કરી ને એડ કર્યા છે)
- 7
કોઈ પણ શાક વધારે ઓછા કરી શકાય છે. ભાવતા હોય તો કંદ,સુરણ,વગેરે પણ એડ કરી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (13)