રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

Ekta Pinkesh Patel @ekta5190
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘી બનાવતી વખતે વધેલા સફેદ પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકો. એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દો. પછી તેમાં લીંબુ નીચોવી લો.
- 2
પછી તેને ધીમા તાપે હલાવતા રહો. પનીર અને પાણી અલગ પડે એટલે ગેસ બંધ કરી દો અને પછી તેને ગરણી વડે ગાળી લો.
- 3
પછી પનીરને ચોખ્ખા પાણી વડે ધોઈને કપડામાં ગાળી લો અને થોડી વાર પાણી નીતરવા દો.
- 4
પછી એક થાળીમાં એ પનીર કાઢી તેમાં મેંદો નાખી પાંચ મિનિટ સુધી મસળો. પછી તેના નાના-નાના ગોળ-ગોળ લુવા બનાવો.
- 5
હવે એક કડાઈમાં ખાંડ અને પાણી લઈ ઉકાળો. ખાંડ ઓગળી જાય પછી તેમાં રસગુલ્લા ઉમેરો.
- 6
પછી તેને ઢાંકીને ફાસ્ટ ગેસ પર 10 થી 15 મિનિટ માટે ચઢવા દો. રસગુલ્લા ફૂલીને મોટા થઈ જશે. પછી ગેસ બંધ કરી દો.
- 7
પછી તેને ફ્રિજમાં મૂકીને ઠંડા કરો. અને પછી તેને સર્વિંગ પ્લેટમાં કાઢો. તૈયાર છે રસગુલ્લા...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14655586



















ટિપ્પણીઓ (3)