દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને તુવેરની દાળને 15 મિનિટ પલાળી અને બાફી લો
- 2
કઢાઈ સોસ બનાવવા માટે એક લોયામાં તેલ મૂકી તેમાં આદુ અને લસણની પેસ્ટ મુકો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટા નાખી સાંતળી લો
- 3
પછી તેમાં બધા જ રેગ્યુલર મસાલા હળદર મીઠું મરચું અને ધાણાજીરું ગરમ મસાલો નાખી મિક્સ કરો
- 4
એક લોયામાં ઘી અને તેલ મૂકી તેમાં બધાજ ખડા મસાલા નાખી લીમડાના પાન અને આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખી તેને સાંતળી લો પછી તેમાં બનાવે કઢાઈ સોસ નાખી ફરી સાંતળી લો
- 5
પછી તેમાં બંને દાળ નાખી બધા જ રેગ્યુલર મસાલા નાખો પછી થોડું ઉપરથી બટર નાંખી તેને બે મિનિટ સુધી ગેસ પર રાખો
- 6
તેમાં લીંબુનો રસ નાંખી બરાબર હલાવવું
- 7
બની જાય એટલે કોથમીરથી ગાર્નિશ કરી જીરા રાઈસ સાથે એક બાઉલમાં સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14806736























ટિપ્પણીઓ (5)