સ્પ્રાઉટ્સ & ઓટ્સ ઢોસા વીથ ટોમેટો ચટણી (Sprouts & Oats Dosa Tomato Chutney Recipe In Gujarati)

#GA4
#Week11
#cookpad_gu
#cookpadindia
એવું લખ્યું છે કે પ્રાચીન ચિની ચિકિત્સકોએ 5000 વર્ષ પહેલાં ઘણા વિકારોને દૂર કરવા માટે સ્પ્રાઉટ્સને માન્યતા આપી હતી અને સૂચવ્યું હતું. એશિયન વંશના અમેરિકનોના આહારમાં સ્પ્રાઉટ્સ મુખ્ય મુખ્ય બનવાનું ચાલુ રાખ્યું છે, પરંતુ પશ્ચિમને તેની પોષણની ગુણવત્તાને સંપૂર્ણ રીતે સમજવામાં સદીઓનો સમય લાગ્યો હતો.
ઓટ્સ (એવેના સટિવા), જેને ક્યારેક સામાન્ય ઓટ કહેવામાં આવે છે, તે તેના બીજ માટે ઉગાડવામાં આવતા અનાજની એક પ્રજાતિ છે, જે સમાન નામથી ઓળખાય છે. ઓટ્સ ઓટમિલ અને ઓટ દૂધ તરીકે માનવ વપરાશ માટે યોગ્ય છે, જ્યારે સૌથી સામાન્ય ઉપયોગોમાંનો એક પશુધન ફીડ છે. ઓટ્સ નિયમિતપણે લેવામાં આવે ત્યારે લોહીના નીચા કોલેસ્ટરોલ સાથે સંકળાયેલા છે.
સ્પ્રાઉટ્સ અને ઓટ્સ બંન્ને ડાયેટ ફુડ પણ ગણવા માં આવે છે અને વેઇટ લોસ માં પણ ઘણા ઉપયોગી છે અને બંને માં ભરપૂર પ્રોટીન હોઈ છે. સ્પ્રાઉટ્સ એન્ડ ઓટ્સ ને ઘણી બધી રીતે બનાવી ને ખાઈ શકાય છે.
મેં આજે સ્પ્રાઉટ્સ(મગ, મઠ, ચણા) અને ઓટ્સ ને ગ્રાઈન્ડ કરી ને બંને ને મિક્સ કરી ને આજે ઢોસા બનાવ્યા છે અને સાથે ટામેટા ની ચટણી બનાવી ને સર્વ કર્યા છે. બ્રેકફાસ્ટ માટે આ હેલ્ધી વર્ઝન ઢોસા નું બેસ્ટ ઓપ્શન છે.
ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ બન્યા છે. જરૂર થી બનાવજો અને પરિવાર ને હેલ્ધી બ્રેકફાસ્ટ ની મજા કરાવજો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓટ્સ ને ગ્રાઈન્ડ કરી ને પાઉડર બનાવી લેવો. ત્યારબાદ બધા ઘટકો ફોટો માં બતાવ્યા પ્રમાણે ઉપયોગ કરવા.
- 2
સ્પ્રાઉટ્સ (ફણગાવેલા કઠોળ મગ, મઠ, ચણા) ને ૨ પાણી એ ધોઈ લેવા.
- 3
ત્યારબાદ ગ્રાઇન્ડીંગ જાર માં વોશ કરેલા સ્પ્રાઉટ્સ, દહીં, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, જીરું, લીલા મરચાં, આદું, પાણી ઉમેરી સ્મૂધ ગ્રાઇન્ડ કરવું.
- 4
એક બાઉલ માં સ્પ્રાઉટ્સ ની પેસ્ટ કાઢી તેમાં ઓટ્સ પાઉડર, મીઠું અને જરૂરીયાત મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ૧૫ મિનીટ સુધી રેસ્ટ આપવું.
- 5
ત્યાં સુધી માં ટામેટા ની ચટણી બનાવી લેવી. ઘટકો ફોટો માં દર્શાવ્યા મુજબ ઉપયોગ કરવા. ટામેટાં, કાંદા, લસણ, આદું અને મરચાં ને મેન્યુઅલ ચોપર ની મદદ થી ઝીણા ચોપ કરી લેવા.
- 6
એક પેન માં તેલ લઇ એમાં બધું ઝીણું સમારેલું કાંદા, લસણ, આદું, મરચાં ઉમેરી ગોલ્ડન બ્રાઉન કરવું. ત્યારબાદ ટામેટા ઉમેરી એમાં લાલ મરચું પાઉડર, હળદર, મીઠું, આમચૂર પાઉડર, ખાંડ ઉમેરી બધું મિક્સ કરવું.
- 7
તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું. ગેસ બંધ કરી ઠંડુ કરવું અને ગ્રાઇન્ડર માં ગ્રાઇન્ડ કરવું એટલે ચટણી તૈયાર થઈ જશે.
- 8
ત્યારબાદ રેસ્ટ આપેલું બેટર માં થોડું પાણી ઉમેરી ઢોસા જેવી કંસિસ્ટન્ટેસી કરી એક નોન સ્ટીક પેન ગેસ પર મૂકી ગરમ થાય એટલે તેલ વળે ગ્રીસ કરી તૈયાર કરેલું સ્પ્રાઉટ્સ એન્ડ ઓટ્સ નું બેટર રેડી સ્પ્રેડ કરવું. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કરી ગરમ ગરમ સ્પ્રાઉટ્સ એન્ડ ઓટ્સ ઢોસા ટામેટા ની ચટણી સાથે સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (17)