મેંદુવડા (Menduwada Recipe in Gujarati)

#Tips
મેદુવડાના ખીરાને દસ મિનિટ ખૂબ જ ફિનાવાથી અને તેમાં કણકી ને મિક્સર જારમાં ક્રશ કરીને નાખવાથી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ થાય છે
મેંદુવડા (Menduwada Recipe in Gujarati)
#Tips
મેદુવડાના ખીરાને દસ મિનિટ ખૂબ જ ફિનાવાથી અને તેમાં કણકી ને મિક્સર જારમાં ક્રશ કરીને નાખવાથી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ થાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદની દાળને પાણીથી ધોઈ સાત કલાક પલાળો ત્યારબાદ તેમાં પાણી કાઢી નાખો અને મિક્સચારમાં થોડું થોડું કરીને ક્રશ કરો અને જોઈએ તો એક ચમચી પાણી ઉમેરી ને ક્રશ કરો આમ બધી દાળ ને ક્રસ કરવી ત્યારબાદ એક નાના જારમાં કણકી ને કપડા થી લુછી મિક્સર જારમાં ક્રશ કરો
- 2
હવે ફુદીનો કોથમીર અને લીલા મરચા ને પાણીથી ધોઈ ઝીણા સમારી લો ત્યારબાદ ખીરાને એક મોટા વાસણમાં લઈ તેને દસ મિનિટ માટે ખૂબ ફીણો ત્યારબાદ અંદર મરચાં ફુદીનો કોથમીર સ્વાદ પ્રમાણે મીઠું નાખો પછી તેમાં જે કણકીનો લોટ મિક્સર જારમાં બનાવ્યો છે તે ખીરામાં ધીમે ધીમે થોડો થોડો લોટ ઉમેરો અને મેંદુ વડા નું ખીરુ તૈયાર કરો
- 3
ગેસ ચાલુ કરી એક કઢાઈ માં તેલ મૂકી તેલ ને ગરમ થવા દો તેલ ગરમ થાય એટલે ખીરામાંથી પાણીવાળો હાથ કરી અને ચા ગાળવાની ગળની ની મદદથી તેના પર પાણી લગાવી ખીરુથોડું મૂકી હાથથી થોડું દબાવી પાણી વાળી આંગળી કરી વચ્ચે આંગળી ફેરવો નીચે પિક્ચરમાં બતાવ્યું છે તે પ્રમાણે કરવું ત્યારબાદ તેલમાં મેંદુ વડા મુકવા એકદમ સહેલાઈથી મુકાઈ જાય છે અને ધીમા તાપે તળવા વચ્ચે-વચ્ચે હલાવતા જવું
- 4
બ્રાઉન કલરના થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લેવા આમ બધાજ મેંદુ વડા ને તરી લેવા
- 5
હવે તૈયાર છે આપણા મેંદુવડા તેને સંભાળ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ