ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak @kaushik
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચણા અને મેથી ને અલગ અલગ વાસણમાં લઈને પાણીથી ધોઈ તેને થોડું ગરમ પાણી કરી પલાળી લો.
- 2
સવારે પાણી કાઢીને કેરીના ખાટા પાણીમાં ૪ કલાક પલાળી રાખો.કેરીનું પાણી ના હોય તો,છાશમાં પલાળી રાખો.
- 3
૪ કલાક પછી ચાળણીમાં કાઢીને પાણી નિતારી લો.અને કપડાંમાં ફેલાવી પાણી સૂકવવા દો.
- 4
પાણી સૂકાઈ જાય એટલે,એક કડાઈમાં તેલ ગરમ કરી હીંગ નાખી ગેસ બંધ કરી ઢાંકી દો.
ઢાંકણ ખોલીને તેલ ઠંડુ થવા દો. - 5
હવે,એક બાઉલમાં મેથીના કુરીયા,રાઈના કુરીયા,મીઠું,લાલ મરચું,કાચી કેરી ના નાના ટુકડા કરીને અથવા છીણી લઈ તેને તેલમાં નાખો.
- 6
બધું બરાબર હલાવીને ચણા-મેથી નાખી ફરીથી બરાબર મિક્સ કરો. ૧ દિવસ બાઉલમાં જ રહેવા દો.
બીજા દિવસે સાફકરેલી બરણીમાં ભરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15004470



ટિપ્પણીઓ (15)