કટોરી ચાટ (Katori Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા નો લોટ લઇ તેમાં મીઠું અને અધકચરેલું શેકેલું જીરું,મરી અને તેલ ઉમેરી કઠણ લોટ બાંધોવો
- 2
ત્યારબાદ તેમાં પૂરી વણી કટોરી ઉપર ફોલ્ડ કરી ગરમ તેલમાં તળી લેવી (ચિત્રમાં બતાવ્યા પ્રમાણે)
- 3
ચણાનો લોટ અને૧ ચમચી ચોખાનો લોટ લઈ ને તેને મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં તેલ ઉમેરી અને મીઠું ઉમેરી પાતળુ ખીરું તૈયાર કરો હવે ગરમ તેલમાં ઝારા વડે બુંદી પાડી લો
- 4
ચણાનો લોટ લઇ તેમાં મીઠું તેમજ તેલ ઉમેરી રોટલી જેવો લોટ બાંધી એમાંથી ગરમ તેલમાં સેવ તૈયાર કરી લો
- 5
ગરમ તેલમાં શીંગદાણા ને તળી લો અને તેમાં લાલ મરચું પાઉડર,ચાટ મસાલો અને મીઠું મિક્સ કરીને લો
- 6
કોથમીર મરચા શીંગદાણા લીંબુ ખાંડ અને મીઠું ઉમેરી મિક્સરમાં લીલી ચટણી તૈયાર કરો
- 7
ટામેટાં ને સમારી ત્યારબાદ તેમાં લસણ લાલ મરચું પાઉડર અને મીઠું મિક્સરમાં ક્રશ કરી લો તૈયાર છે લસણની ચટણી
- 8
આંબલી ખજૂર અને ગોળ લઈને તેને ગરમ પાણીમાં ઉકાળો ત્યારબાદ તેને ક્રશ કરી તેને ગાળી લેવું ત્યારબાદ તેમાં મીઠું ધાણાજીરું અને સંચળ ઉમેરી મિક્સ કરી લો તૈયાર છે ખજૂર આમલીની ચટણી
- 9
હવે ચણા મગ અને બટાકા બાફીને તેમાં લાલ મરચું પાઉડર મીઠું તેમજ ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.
- 10
હવે કટોરીમાં ચણા મગ અને બટાકા નું સ્ટફિંગ મૂકો ત્યારબાદ તેમાં લીલી ચટણી ગળી ચટણી લસણની ચટણી ઉમેરો
- 11
ત્યારબાદ તેમાં સેવ બુંદી મસાલા શીંગ અને ડુંગળી ઉમેરો
- 12
ફરીથી ઉપર લીલી ચટણી ગળી ચટણી લસણની ચટણી તેમજ દહીં ઉમેરી દો
- 13
ઉપરથી કોથમીર ઉમેરો સર્વ કરો તૈયાર છે, કટોરી ચાટ
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (3)