ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ dry yeast લઈ તેમાં ખાંડ લઈને હુંફાળું દૂધ ઉમેરો પાચ થી સાત મિનિટ માટે એક્ટિવ થવા રાખો
- 2
એક બાઉલમાં મેંદો લઈ તેમાં olive oil તેમજ મીઠું અનેલસણ ઉમેરી કણક તૈયાર કરો
હવે આ કણકને પાંચ મિનિટ માટે કેળવી લો (ચિત્રમાં બતાવ્યા પ્રમાણે પાંચ મિનિટ માટે મસળી લો જો લોટ હાથમાં ચોટે તો હોય તો થોડું તેલ ઉમેરી મસળી લેવો) - 3
હવે એક બંધ ડબ્બામાં લોટને ૨ કલાક માટે રેસ્ટ આપો લોટ ફૂલીને ડબલ થઇ જાય એટલે તેને ફરી મસળી લો (તેથી તેનામાં રહેલી એર નીકળી જશે)
- 4
બટર લઈને તેને રૂમ ટેમ્પરેચર મેલ્ટ થવા દો ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ ચીલી ફ્લેક્સ ઓરેગાનો તેમજ કોથમીર ઉમેરી બધું મિક્સ કરી લેવું
- 5
એક બાઉલમાં બાફેલા મકાઈ ડુંગળી અને કેપ્સિકમ લઈ તેમાં એક ચમચી ચીલી ફ્લેક્સ અને 1/2 ચમચી ઓરેગાનો અને મીઠું ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો
- 6
લોટનો લુવો લઇ તેમાંથી રોટલો વણી લો અડધા રોટલા ઉપર બટર લગાવી તેની ઉપર સ્ટફિંગ મૂકી ઉપર ચીઝ ભભરાવી દો
- 7
એક બાજુ સ્ટફિંગ લગાવી બીજા ભાગને ઉપર ઢાંકી દેવું અને કિનારી સીલ કરી લેવું હવે તેના પર કાપા પાડી લેવા ત્યારબાદ તેના પર બટર લગાવી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પીકલ કરવા
- 8
હવે એક કઢાઈ લે તેમાં નીચે મીઠું પાથરી તેના પર સ્ટેડ મૂકી થાળી મૂકવી ત્યારબાદ તેને પાંચ મિનિટ માટે પ્રી હિટ કરી લેવું હવે તેમાં બ્રેડ મૂકી થી 15 થી 20 મિનિટ માટે બેક કરી લેવી
- 9
તૈયાર ગાર્લિક બ્રેડ સોસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes





























ટિપ્પણીઓ (4)