લીલી મકાઈ નો હાંડવો (Lili Makai Handvo Recipe In Gujarati)

લીલી મકાઈ નો હાંડવો (Lili Makai Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈ ને સારી રીતે છોલી લો
- 2
હવે મકાઈના દાણા કાઢી તેને એક મિક્સર ના બાઉલમાં ઉમેરો તેમાં ખાસ ની જરૂરિયાત મુજબ લીલા મરચાં અને બે ઈંચ આદુનો ટુકડો લીમડાના પાન નાખી તેની પેસ્ટ બનાવી લો
- 3
હવે મકાઈની પેસ્ટ માં રવો ઉમેરી સારી રીતે મિક્સ કરી તેમાં દહીં એડ કરી તેને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપો ત્યારબાદ તેમાં બધા વેજિટેબલ્સ ઉમેરો
- 4
હવે બધું સારી રીતે મિક્સ કરી મીઠું હળદર લાલ મરચું પાઉડર બધુ મેરી જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી consistency સેટ કરો આ બેટર ને થોડુંક થીક જ રાખવાનું છે
- 5
હવે એક વઘારીયા માં ત્રણ ચાર ચમચી તેલ મૂકી તેમાં રાઈ જીરુ હિંગ તલ મીઠો લીમડો ઉમેર જીરૂ તતડી જાય ત્યારબાદ આ વઘારને તૈયાર ખીરામાં ઉમેરી સારી રીતે હલાવો હવે એક મોટા નોન-સ્ટીક પેનમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં 1/2 ચમચી તલ એડ કરી 2 ચમચા ખીર ઉમેરી સારી રીતે ફેલાવી દો ઉપરની સાઈડ લાલ મરચાની પાતળી ચીરી અને થોડા મકાઈના દાણા તેમજ તલ ઉમેરો દેખાવ અને સ્વાદ બન્ને ખૂબ સરસ લાગશે
- 6
બંને તરફથી ક્રિસ્પી થાય ત્યાં સુધી હાંડવા ને બરાબર પકાવી લો આહારને ગ્રીન ચટણી અને કેચપ સાથે સર્વ કર્યો છે
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ