ખંભાતિયું શાક

# Weekend
આજે વિકેન્ડ માં આ શાક બનાવવાની ઈચ્છા થઈ.અમારું મૂળ વતન ખંભાત અને આ ખંભાતિયું શાક વર્ષો થી બનતું આવ્યું છે.ખંભાત ની નાત ના જમણ માં આ શાક ખાસ હોય જ.તેની ખૂબી એ છે કે તે લાંબો સમય સુધી સારું રહે છે લગભગ ૧૫ દિવસ સુધી તે બગડતું નથી. પેહલા ના સમય માં બહારગામ જવાનું હોય તો આ શાક ખાસ બનાવી ને સાથે આપતું કેમકે તેમાં તેલ મો ઉપયોગ વધારે હોય છે પાણી નથી હોતું અને બધા ડ્રાય મસાલા નો જ ઉપયોગ થાય છે.પેહલા ના વખત માં આ શાક માટી ના વાસણ માં જ બનતું હતું.ટેસ્ટ માં બહુજ સરસ હોય છે એટલે એની રેસીપી તમારી સાથે શેર કરવાની ઈચ્છા થઈ ટ્રાય જરૂર કરજો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ધોઈ ને છાલ સાથે જ મોટા ટુકડા માં સમારી લો.એક બાઉલ માં ધાણાજીરું,હળદર,લાલ મરચું પાવડર,કોપરા નું છીણ, આમચૂર પાવડર,ગરમ મસાલો,સ્વાદાનુસાર મીઠું અને ખાંડ લઈ બધું બરાબર મીક્સ કરી મસાલો તૈયાર કરી લો.
- 2
- 3
એક પેન માં તેલ લઈ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં અજમો ઉમેરો તતડે એટલે મીઠા લીમડા ના પાન ઉમેરી તેમાં સમારેલા બટાકા ના ટુકડા,હળદર,સ્વાદાનુસાર મીઠું ઉમેરી હલાવી ઢાંકીને શાક ને ચડવા દો.
- 4
- 5
૧૦-૧૫ મિનિટ માં બટાકા ચડી જાય પછી તેમાં જે તેલ હોય એ રહેવા દઈ તૈયાર કરેલો મસાલો ઉમેરી હલાવી ઢાંકી ને ૨-૩ મિનિટ થવા દેવું પછી ગેસ બંધ કરવો.
- 6
- 7
તેને સરવિંગ બાઉલ માં કાઢી રોટલી, દાળ ભાત સાથે સર્વ કરવું.તો તૈયાર છે એકદમ ટેસ્ટી ખંભાતિયું શાક.
- 8
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (17)