પાઉભાજી બ્રુશેટા (Pavbhaji Bruschetta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ડુંગળી ટામેટા કોબી દૂધી ફ્લાવર બધું જ બાફી લેવું. ત્યારબાદ તેને મેશ કરી દેવું.
- 2
કઢાઈ માં તેલ મૂકી તેમાં આદુ મરચાલસણની પેસ્ટ નાખી 10 સેકન્ડ શેકો. ત્યારબાદ તેમાં ટામેટાં નિ પ્યુરિ ઍડ કરી સાંતળો.
- 3
ત્યાર બાદ લાલ મરચું,પાવ ભાજી મસાલો નાખી 10 સેકન્ડ શેકો. ત્યારબાદ તેમાં મેશ કરેલું શાક નાખી દેવું. ત્યારબાદ મીઠું વટાણા અને કેપ્સિકમ ઉપરથી નાખી હલાવો. પાંચથી સાત મિનિટ માટે કુક કરો.
- 4
બન ને વચ્ચેથી કાપી લેવું. ત્યારબાદ તેના પર બટર લગાવી પાવભાજી ની ભાજી મૂકી ઉપર ચીઝ ખમણી લેવું. ત્યારબાદ ઉપર કેપ્સીકમ કોથમીર અને ચીલી ફ્લેક્સ નાખવા. ત્યારબાદ તેને 5-6 મિનિટ માટે ગ્રિલ કરવું. મે ગરમ તવી પર મુકી ઢાંકણ ઢાકી ગ્રીલ કર્યુ છે.તૈયાર છે પાઉં ભાજી બ્રુશેટા. ગરમ ગરમ સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15466526
















ટિપ્પણીઓ (2)