લીલી ચોળી નું શાક

#TT1
શિયાળામાં બધા લીલા શાકભાજી મળે છે. પરંતુ ઉનાળા અને ચોમાસામાં ની સિઝન પ્રમાણે લીલા શાકભાજી મળે છે. અહીં મેં લીલી ચોળી ના શાક ની રેસિપી શેર કરી છે. લીલી ચોળી નું શાક તેલમાં પાણી નાખ્યા વગર બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ જો પાણી એડ કરવામાં આવે તો શાકનો સ્વાદ બદલાઈ જાય છે. ચોળી ના શાકમાં તેલ અને મસાલા પ્રમાણસર કરીએ તો ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ધનતેરસ અને બેસતા વર્ષના દિવસે શુકનમાં ચોળી નું શાક બનાવવામાં આવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોળી ને ધોઈને લૂછી નાખો. પછી તેને સમારી લો. જો ચોળી થોડી દાણાવાળી હોય તો તેના દાણા કાઢવા.
- 2
કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરો. પછી તેમાં આદુ મરચાની પેસ્ટ ને સાંતળી લો. હવે તેમાં હળદર એડ કરો. પછી સમારેલી ચોળી અને સ્વાદ મુજબ મીઠું એડ કરી બરાબર હલાવી તેની પર ઢાંકણ ઢાંકી દો. શાકને ધીમા ગેસ પર કુક થવા દો.
- 3
શાકને વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને હલાવતા રહેવું તેથી શાક ચોંટી ના જાય. આ શાકમાં બિલકુલ પાણી એડ કરવાનું નથી તેલમાં ચડવા દેવાનું છે.
- 4
ચોળી નું શાક બરાબર કુક થઈ જાય પછી તેમાં ધાણા જીરું, લાલ મરચું અને ગોળ એડ કરી બરાબર હલાવીને પાંચ મિનિટ કુક થવા દો.
- 5
લીલી ચોળી નું શાક રેડી છે. તેને રોટલી, દાળ અને ભાત સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
- જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
- વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
- ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
- ચોકલેટ કેક મોદક (Chocolate Cake Modak Recipe In Gujarati)

ટિપ્પણીઓ (7)