દુધપાક (Doodhpaak Recipe In Gujarati)

ફ્રેન્ડસ, દુધપાક ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ છે. માપસર ના ચોખા ઉમેરી દુધ ને ઉકાળી ને બનાવામાં આવતો દુધપાક ખીર કરતા થોડો અલગ પડે છે. ગુજરાત માં દુધપાક પૂરી નું જમણ પરંપરાગત રીતે હજુ પણ બનાવવામાં આવે છે.
આ રેસીપી જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ૨-૩ વાર વોશ કરી થોડા પાણીમાં ૧૫ મિનિટ માટે પલાળી રાખો. ૧૫- ૨૦ મિનિટ પછી ચોખા નું વધારાનું પાણી નીતારી લેવું અને જાડા તળિયા વાળી કઢાઈમાં માં ઘી લગાવી દુધ ગાળી ને ગરમ કરવા મૂકો. દુધ માં એક ઉભરો આવે એટલે કેસર, પલાળેલા ચોખા ઉમેરી ચોખા બોઇલ કરી લો.
- 2
ચોખા સારી રીતે બફાઈ જાય એટલે તેમાં ખાંડ, ચારોળી ઉમેરી ફરી દુધ ઉકાળવું. દુધ ઉકળી ને 1/2 થઇ જાય એટલે તેમાં ડ્રાય ફ્રુટ, ઇલાયચી પાઉડર ઉમેરીને મિક્સ કરી ૨ મિનિટ ઉકાળી ને સ્વીચ ઓફ કરી દુધપાક ઠંડો કરવા મુકો.
- 3
દુધપાક સર્વ કરો ત્યારે ઉપર થી પીસ્તા, બદામ ની કતરણ થી ગાર્નિશ કરીને સર્વ કરો. દુધપાક ગરમ કે ઠંડો બંને રીતે સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)