કેપ્સિકમ નું લોટવાળુ શાક (Capsicum Lotvalu Shak Recipe In Gujarati)

Siddhi Karia @Siddhi_18923157
કેપ્સિકમ નું લોટવાળુ શાક (Capsicum Lotvalu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેપ્સિકમ ને સમારી લો. હવે એક થાળી માં ચણાનો લોટ લો તેમાં મીઠું, મરચું, હળદર, ગોળ, તેલ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે એક કડાઈમાં તેલ ઉમેરી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં હીંગ ઉમેરો. હવે સમારેલાં કેપ્સિકમ ઉમેરી બરાબર મિક્સ કરી સાંતળો.
- 2
હવે તેમાં પાણી ઉમેરો. હવે તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂ ઉમેરી બરાબર મિક્સ કરો. પાણી ઉકળે અને કેપ્સિકમ ચડી જાય એટલે તેમાં મોયેલો ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ગાંઠા ન પડે એ ધ્યાન રાખવું. હવે કડાઈ પર ડીશ માં પાણી મૂકી ઢાંકી થોડી વાર ચડવા દો. લોટ શાક માં બરાબર મિક્સ થઈ જાય લોટ ચડી જાય એટલે ગેસ બંધ કરી ડીશ માં લઇ ગરમ ગરમ પીરસો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- મોનાકો બિસ્કિટ સેન્ડવીચ (Monaco Biscuit Sandwich Recipe In Gujarati)
- રાજસ્થાની પંચકુટી ડબલ તડકા દાળ (Rajasthani Panchkuti Double Tadka Dal Recipe In Gujarati)
- ઇન્દોરી પૌંઆ. (Indori poha Recipe in Gujarati)
- બેસન ટીંડોરા (Besan Tindora Recipe in Gujarati)
- ફરાળી ખાંડવી (Farali Khandvi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15640718




ટિપ્પણીઓ (2)