દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)

#CB5
Week5
આ વાનગી કાઠિયાવાડ ની પારંપરિક વાનગી છે...મોટે ભાગે બાજરીના રોટલા સાથે ખવાતી આ વાનગી હવે આધુનિક સ્વરૂપે રેસ્ટોરન્ટ માં તેમજ લારી - રેંકડી પર મળી રહે છે દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનાવાય છે. મૂળ રેસીપીમાં લસણની ચટણી નો તેલમાં વઘાર કરીને દહીં પર પોર કરવામાં આવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં પાણી નિતારેલું દહીં લઈ તેમાં મીઠું અથવા સંચળ બે માંથી એક ઉમેરી હેન્ડ બ્લેન્ડર થી ફેંટી લો.
- 2
એક વઘારીયામાં તેલ ગરમ મૂકી જીરું ઉમેરો...જીરું તતડે એટલે હીંગ, હળદર અને લસણની લાલ ચટણી ઉમેરી તરત જ ગેસ બંધ કરી દો. દહીં ના બાઉલમાં વઘાર રેડી દો..1/2 ચમચી કોથમીર મસચની લીલી ચટણી પણ ઉમેરો..મિક્સ કરી લો.
- 3
હવે આપણી દહીં તીખારી તૈયાર છે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (18)