રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

આ એક કાઠીયાવાડી શાક છે જે શિયાળામાં બનતી વાનગી છે અને ઠંડીમાં તીખું ખાવાની પણ મજા આવે છે..આ એક સ્પાઇસી રેસીપી છે..
ઓળો મોટેભાગે સેકીને જ બનાવવા માં આવે છે પણ ઘણા લોકો હવે રીંગણ બાફીને પણ ઓળો બનાવે છે.પણ સેકી ને બનાવવામાં આવેલ ઓળા નો સ્વાદ જ લાજવાબ હોય છે. #TC

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણ પર તેલ લગાવી તેને ગેસ પર સેકી લો..સેકાય ગયા બાદ ઠંડુ પડ્યા પછી તેની છાલ ઉતારી મેશ કરી લો. સેક્તી વખતે રીંગણ વચ્ચે કાપા કરી લસણ ની કળી મૂકવાથી લસણ નો ટેસ્ટ ખૂબ સારો આવે છે
- 2
એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં લીલી ડુંગળી, લીલું લસણ અને ટામેટાં નાખી મિક્સ કરી સાંતળો, તેલ છુટ્ટું પડે પછી તેમાં મેશ કરેલ રીંગણ નાખી અને અન્ય મસાલાઓ જેવા કે મરચું,મીઠું, હળદર,ધાણાજીરું નાખી મિક્સ કરો અને ઢાંકી દો...થોડીવાર માં બધા જ મસાલાઓ સારી રીતે મિક્સ થઈ જાય પછી ગેસ બંધ કરી દો અને લીંબુ નો રસ નાખી હલાવી અને કોથમીર અને લીલી ડુંગળી નાં પાન વડે ગારનીશિંગ કરો તો તૈયાર છે ટેસ્ટી ઓળો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ