વણેલા ગાઠીયા

પંજાબમાં ગુજરાતના વણેલા ગાઠીયા ખુબજ મિસ થતા હતા તેથી જાતે બનાવવાની પ્રેરણા મળી
વણેલા ગાઠીયા
પંજાબમાં ગુજરાતના વણેલા ગાઠીયા ખુબજ મિસ થતા હતા તેથી જાતે બનાવવાની પ્રેરણા મળી
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં 1/2 કપ તેલ 1/2 કપ પાણી તથા 1/2 ચમચી સોડા નાખી એકદમ તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી ફીણવું
- 2
બીજા બાઉલમાં લોટ લઈતેમાં મીઠું હિંગ તથા હાથ વડે ક્રશ કરી અજમા નાખવા અને ઉપરના આ મિશ્રણને ધીમે ધીમે મિક્સ કરી લોટ બાંધવો જરૂર પડે થોડું પાણી ઉમેરી બહુ કઠણ કે ઢીલો નહીં તેઓ લોટ બાંધવો, લોટને ખૂબ જ મસળવો લોટનો મૂળ કલર ચેન્જ થાય ત્યાં સુધી મસળવો હવે તેના ચાર ભાગ કરી એક ભાગ લઇ તેલથી ગ્રીસ કરેલા પાટલા પર દબાવો અને છેલ્લી આંગળી અને હથેળીના વચ્ચેના ભાગથી રોલ કરવાનું અને હાથની હથેળીને પહેલા ઉપરની બાજુ લઈ જઈ પછી નીચેની બાજુ આવે ત્યારે થોડું ખેંચી અને ફરી ઉપરની બાજુ લઈ જતા લોટમાં સરસ વળ પડતા જશે
- 3
ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકવું ગરમ થઈ જાય એટલે થોડો લોટ નાખી જોવું જો લોટ ઉપર આવી જાય તો તેલ થઈ ગયું માનવું તેમાં ગાંઠીયા નાખવા અને ધીમા તાપે જ થવા દેવા જ્યારે ગાંઠીયા ઉપર આવી જાય ત્યારે જ તેને ઝારાની મદદથી પલટાવવા આ રીતે બધા જ ગાંઠીયા તડી લેવા અને ગરમ હોય ત્યારે જ ઉપર મરી પાઉડર સંચળ હિંગ તથા ચાટ મસાલો છાંટી દેવું ને ગરમ જ સર્વ કરવા
- 4
કાચા પપૈયાને છીણી તેમાં મીઠું તથા લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરી સંભારો બનાવવું તળેલા મરચાં તથા સંભારા ને ગાંઠીયા સાથે સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (3)