બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)

Hemaxi Patel @Hemaxi79
બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રાઉન રાઈસ ને 30 મિનિટ માટે પાણીમાં પલાળી રાખવા. પછી તેને કુકરમાં મીઠું નાખીને બાફી લેવા. અને બીજા ઘટકો ની તૈયારી કરી લેવી.
- 2
પનીર ના પીસ ને ઓલિવ ઓઈલમાં બંને સાઇડ શેકી લેવા પછી તેના ઉપર મરી અને ચાટ મસાલો પાઉડર ભભરાવી લેવો.
- 3
હવે કડાઈમાં ઓલિવ ઓઈલ ગરમ કરી તેમાં લસણ અને મરચાની નાખીને સાંતળો. પછી તેમાં કાંદા સાંતળવા.
- 4
પછી તેમાં ગાજર ફણસી ઉમેરી ને સાંતળવા. પછી તેમાં બ્રોકલી, કેપ્સીકમ કોબીજ અને વટાણા ઉમેરીને સાંતળો.
- 5
પછી તેમાં મીઠું,ચાટ મસાલો અને મરી પાઉડર ઉમેરો અને પછી તેમાં બ્રાઉન રાઈસ અને પનીર ઉમેરી બરોબર મિક્સ કરી લો. છેલ્લે ગેસ બંધ કરી કોથમીર ઉમેરી મિક્સ કરી લેવું.
- 6
- 7
- 8
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15829669





















ટિપ્પણીઓ (31)