આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બટાકાને બાફીને છોલી લો. ચમચીથી મસળીને તેમા સમારેલા લીલા મરચા, અજમો, ખાંડ, લીંબુનો રસ, કોથમીર અને સ્વાદ મુજબ મીઠુ તેમજ હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, સમારેલી કોથમીર નાખીને મસળી લો.
- 2
હવે ઘઉના લોટમાં મીઠુ નાખીને લોટ બાંધી લો. એક લોઈ બનાવી તેની રોટલી વણી બાજુ માં રાખો. બીજી લોઇ બનાવી રોટલી વણો. હવે તેની ઉપર થોડું તેલ લગાડી તેની ઉપર લાલ મરચું પાઉડર અને મીઠું સ્પ્રિકલ કરો. પછી તેની ઉપર બટાકા ના માવા નું મિશ્રણ મૂકી તેની ઉપર બીજી રોટલી મૂકી દબાવી વેલણ થી વણી લો.
- 3
આ પરાઠા ને ગરમ તવા પર નાખો અને તેલ અથવા ઘી વડે બને બાજુ શેકી લો. આ રીતે બધા આલુના પરાઠા બનાવી લો. અને ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15939811









ટિપ્પણીઓ (18)