રાજા રાણી પરોઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને બાફી લેવા ત્યારબાદ કોબી ગાજર, કેપ્સીકમ ને ચોપર માં ઝીણા ઝીણા ચોપ કરી લેવા
- 2
પરાઠા માટે લોટ બાંધી લેવો, મેં કણક માટે ઘઉંનો લોટ લીધેલો છે.. મેંદો અને ઘઉં મિક્સ પણ લઇ શકાય
- 3
સ્ટફિંગ માટે બટાકા મેશ કરી તેમાં કોબી ગાજર અને કેપ્સીકમ પાણી નિતારીને ઉમેરવા ત્યારબાદ પનીર, ચીઝ, સેઝવાન સોસ તેમજ અન્ય મસાલાઓ ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરવું
- 4
તૈયાર સ્ટફિંગ માંથી 1/2 ભાગ જુદો કાઢી લેવો
- 5
તૈયાર કણકમાંથી એક મોટો લૂઓ લેવો તેને થોડો વણી સ્ટફિંગ મૂકવું ત્યારબાદ બને તેટલું હાથેથી હેપી લેવું અને ત્યારબાદ વેલણથી વણી લેવો
- 6
પરાઠા ની સાઈઝ મોટી હોય છે તેથી મોટો તવો લેવો અને બંને બાજુ બટર મૂકી પરાઠાને શેકી લેવું
- 7
હવે અલગ કાઢેલા સ્ટફિંગ માં મેયોનીઝ ઉમેરી તવા પર બટર મૂકી ગરમ કરી લો
- 8
તૈયાર પરાઠા પર આ ગરમાગરમ સ્ટફિંગ સ્પ્રેડ કરી લો ત્યારબાદ તેના પર ચીઝ ગ્રેટ કરી સોસ નાખી ગરમાગરમ દહીં કે લીલી ચટણી સાથે સર્વ કરો.. આમ તો આ એકલા ખાવા ની પણ ખૂબ મજા આવે છે
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ