સફેદ ઢોકળા (Safed Dhokla Recipe In Gujarati)

સફેદ ઢોકળા (Safed Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને અલગ અલગ વાસણમાં લઈ સરસ ધોઇને 7-8 કલાક માટે ઢાંકીને પલાળો. દાળ ચોખા સરસ રીતે પલળી જાય એટલે પહેલા દાળ ને મિક્સર જારમાં લઈ બરાબર પીસી લો. દાળ પીસાઈ જાય એટલે ચોખાને ને પણ પીસી લો. ચોખા પીસતી વખતે થોડું દહીં ઉમેરી પીસી લો. દાળ ચોખા પિસતી વખતે જરૂર મુજબ પાણી ઉમેરવું. ઢીલું ના થાય એ ધ્યાન રાખવું. હવે દાળ ચોખા સરસ રીતે પીસાઈ જાય એટલે તેને એક મોટા તપેલામાં મિક્સ કરો. થોડું મીઠું ઉમેરી બરાબર ફિટી ઢાંકી તડકે 5-6 કલાક માટે મૂકો.
- 2
આથો આવી જાય એટલે ખીરા ને બરાબર હલાવી તેમાં જરૂર મુજબ મીઠું, મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. હવે એક વઘારિયા માં તેલ મૂકી ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાં સુધી ખીરામાં વચ્ચે ખાવાનો સોડા અને તેની ઉપર 4-5 ટીપાં લીંબુનો રસ મૂકો. હવે તેની ઉપર આ ગરમ તેલ રેડો અને બરાબર ફીણી લો.
- 3
ખીરૂ તૈયાર કરીએ ત્યાં સુધી ઢોકડિયા માં પાણી ઉમેરી ગરમ કરવા મૂકો. તેની પર જાળી મૂકો. હવે એક ડીશ માં તેલ લગાવી ખીરૂ તૈયાર કર્યું તે પાથરી તેના પર મરી પાઉડર છાંટો. હવે આ થાળી ઢોકડિયા માં પાણી ગરમ થાય એટલે તેમાં મૂકી 10મિનિટ બફાવા દો. થઈ જાય એટલે તેમાં ચાકુ વડે જોઈ લેવું ચાકુ પર ચોંટે નહીં તો ઢોકળા તૈયાર છે. હવે તેને નીચે લઇ કાપા પાડી વાસણમાં લઈ લો. આ રીતે બધાં ઢોકળા બનાવી લો. હવે ઢોકળાને ડિશમાં લઈ કેરીનાં રસ સાથે પીરસો. તો તૈયાર છે સફેદ ઢોકળા.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ