ઇન્દોરી મગદાળ કચોરી(Indori kachori moongdal recipe in gujrati)

Hetal Vithlani @Hetal_pv31
ઇન્દોરી મગદાળ કચોરી(Indori kachori moongdal recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાના લોટમાં ઘી, અજમો અને સ્વાદ મુજબ મીઠું એડ કરી જરૂર મુજબ પાણી વડે લોટ બાંધો. ઢાંકીને દસ મિનિટ રહેવા દો.
- 2
સ્ટફીગ માટે:
મગની દાળને 2 કલાક પલાળી દો. હવે તેમાંથી બધુ જ પાણી કાઢી લો. હવે તેને મિક્સરમાં પીસી લો.
એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો અને તેમાં આખા ધાણા અને બેસન શેકી લો. હવે બીજો મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તેમાં વાટેલી દાળ ઉમેરો. છેલ્લે chat મસાલો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર છે. ઠંડુ થવા દો. - 3
કચોરી બનાવવા માટે:
લોટમાંથી એક પૂરી વણો. તેમાં એક ચમચી સ્ટફિંગ ભરો. અને પાછું તેને આલુ પરોઠાની જેવું લુઓ કરી લો. બે વેલણ મારી કચોરી વણી તૈયાર કરો.(આ રીતે બધી કચોરી તૈયાર કરો.)ધીમા તાપે ગરમ તેલમાં તળી લો. (કચોરીને તળવામાં દસ મિનિટ લાગશે.) તૈયાર છે મગદાળ ની કચોરી... તેને ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16369169









ટિપ્પણીઓ (11)
Yuuuuuuummmmmy