લહસુની સેન્ડવિચ ઢોકળા

લહસુની સેન્ડવિચ ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ ખીરા માં મીઠું અને સોડા ઉમેરી મિક્સ કરી ગ્રીશ કરેલી થાળી માં રેડી થાળી ને સ્ટીમર માં 5 મિનિટ સ્ટિમ કરવી
- 2
હવે બીજું એક બાઉલ ખીરું મિક્સર ના બાઉલ માં લેવું તેમાં લસણ, લાલ મરચું પાઉડર,ટોમેટો સોસ અને મીઠું ઉમેરી પીસી લેવું હવે તેમાં સોડા ઊમેરી મિક્સ કરવું અને હવે સફેદ ઢોકળાં ને 5 મિનિટ થઇ ગય તો તેના ઉપર જ આ લસણ વાળુ ખીરું ઉમેરી બરાબર પાથરી દેવું અને 5 મિનિટ સ્ટીમ થવા દેવું
- 3
હવે બીજું એક બાઉલ ખીરું લેવું તેમાં મીઠું અને સોડા ઉમેરી બરાબર મિક્સ કરવું અને લહસુની ઢોકળાં ની ઉપર પાથરી દેવું તેના ઉપર તલ અને લાલ મરચું સ્પ્રીકલ કરવું અને 20 મિનિટ માટે સ્ટીમ કરવું પછી તુથપિક થી ચેક કરવું
- 4
હવે સ્ટીમર માંથી બહાર કાઢી ઠંડા થવા દેવા અને પછી અનમોલ્ડ કરી લેવા ત્યાર બાદ એક કડાઇ માં તેલ ગરમ કરી રાઈ,લીલા મરચા અને મીઠા લીમડા ના પાન ઉમેરી વઘાર તૈયાર કરવો અને ઢોકળાં ઉપર બરાબર રેડી દેવો અને ઉપર થી લીલા ધાણા ભભરાવવા અને લીલી ચટણી સાથે સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ (2)