રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

શિયાળામાં આવતા રીંગણ ખુબ જ મીઠા હોય છે અને તેમાં પણ મોટા ભરતું બનાવવાનાં રીંગણ પણ કુણા આવતા હોય તો મેં અહીં ડીનર માટે લીલી ડુંગળી નાખી ને ઓળો બનાવ્યો છે શિયાળામાં મજા પડે તેવો ગરમાગરમ સર્વ કરેલ છે 😍

રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ને કાપા પાડી તેલ લગાવી ગેસ પર સેકી લેવા. અંદર થી સરસ બફાઈ જાય એટલે ઠંડા થાય પછી ઉપર ની છાલ કાઢી ને મેસર થી રીંગણ ને મેસ કરી લેવું.
- 2
ત્યાર બાદ પેન માં તેલ ગરમ કરી રાઈ જીરું નો વઘાર કરી હિંગ નાખી આદુ મરચાની પેસ્ટ સાંતળો પછી લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરીને સાંતળો. લીલી ડુંગળી સોફટ થાય પછી ટામેટાં ઉમેરીને ચઢવા દો. ટામેટાં સોફ્ટ થાય પછી બઘાં મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 3
અને સાથે જ મેસ કરેલા રીંગણ ઉમેરીને સારી રીતે મિક્સ કરી તેલ છુટું પડે ત્યાં સુધી કુક કરો. ઉપર થી કોથમીર અને લીંબુનો રસ નાખી મિક્સ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)