ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

Trupti Purohit Jani @tupi_2407
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાની છાલ ઉતારી ચિપ્સની જેમ સમારી લો પછી તેને પાંચ મિનિટ સુધી ગરમ પાણીમાં ઉકાળો પછી તેના પર ઠંડુ પાણી નાખો તેને કોટન ના કપડામાં સુકવી દો
- 2
બટાકા ઉપર થોડો કોર્નફ્લોર નાખી કોટિંગ કરી લો હવે મેંદો અને ત્રણ ચમચી કોર્ન ફ્લોર મિક્સ કરી તેમાં મીઠું નાખી પાણીથી સ્લરી તૈયાર કરો
- 3
સ્લરીમાં ચિપ્સ નાખી તળી લો થોડી કડક તળવી ડુંગળી અને કેપ્સિકમને લાંબા સુધારી લો
- 4
એક બાઉલમાં એક ચમચી સોયા સોસ, રેડ ચીલી,સીઝવાન ચટણી અને થોડું પાણી મિક્સ કરી હલાવી લો
- 5
હવે બે ચમચી તેલ મૂકી તેમાં લસણ આદુની પેસ્ટ ઉમેરી કેપ્સીકમ અને ડુંગળી નાખી સાંતળી લો પછી તેમાં ચિપ્સ નાખી બધા સોસ મિક્સ કર્યા તે નાખી હલાવી લો ફાસ્ટ ગેસ ઉપર થોડી વાર સાંતળવી પછી ઉપરથી તલ અને ધાણાભાજી નાખી ગરમા ગરમ સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694761







ટિપ્પણીઓ