લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati)

શિયાળામાં લીલું કુણું લસણ, લીલી ડુંગળી મળતી હોય છે તો આજે મેં લંચ માટે બનાવ્યું છે . લસણીયો રોટલો , દહીં તીખારી, આથેલા આદુ-હળદર , ગોળ , સેકેલુ મરચું, ઘર નું માખણ😋
અહીં ભરેલા રોટલા/ લસણીયો રોટલો ની રેસીપી મેં શેર કરી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં તેલ અને ઘી ગરમ કરી હિંગ નો વઘાર કરી આદુ મરચાં લસણની પેસ્ટ સાંતળી લેવી. ત્યારબાદ લીલું લસણ અને લી લીલી ડુંગળી ઉમેરીને સોફટ થાય ત્યાં સુધી સાંતળો છેલ્લે મીઠું અને મરચું પાઉડર, કોથમીર ઉમેરી મિક્સ કરી ઠંડુ થવા દો.
- 2
કથરોટમાં બાજરાનો લોટ, મીઠું ઉમેરીને થોડું થોડું પાણી ઉમેરતાં જઈ રોટલા નો લોટ બાંધી એક મોટો લુઓ તૈયાર કરી તેમાં વચ્ચે ખાડો કરીને સ્ટફિંગ ભરી દેવું અને સારી રીતે કવર કરી હાથેથી અથવા પાટલા ઉપર ટીપીને રોટલો વણી લેવો.
- 3
ગરમ તાવડી પર રોટલો મિડિયમ ફ્લેમ પર સરસ ક્રિસ્પી સેકી ઉપર થી ઘી લગાવી સર્વ કરવો.
- 4
એકદમ ટેસ્ટી અને પૌષ્ટિક લંચ તૈયાર છે 🥰
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)