તલ ના લાડુ અને ચીકી (Til Ladoo Chikki Recipe In Gujarati)

#US ઉતરાણ હોય એટલે તલની ચીકી ખવાય જ તલની ચીકી બધાને બહુ જ ભાવે છે અમારા ઘરમાં બધાને તલની ચીકી બહુ જ ભાવે છે
તલ ના લાડુ અને ચીકી (Til Ladoo Chikki Recipe In Gujarati)
#US ઉતરાણ હોય એટલે તલની ચીકી ખવાય જ તલની ચીકી બધાને બહુ જ ભાવે છે અમારા ઘરમાં બધાને તલની ચીકી બહુ જ ભાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં કોરા તલ શેકી લો તેને થાળીમાં ઠંડો પડવા દો બીજા બાઉલમાં ગોળને પણ ઝીણો સમારીને રેડી રાખો હવે કડાઈમાં 1 ચમચી ઘી મૂકી ગોળ મૂકો ગોળ ઓગળી જાય એટલે તેમાં બાકી વધેલી 1/2 ચમચી ઘી નાખીને ફરીથી ગોળને હલાવો
- 2
ગોળમાંથી પરપોટા નીકળે એટલે તેમાં ચપટી ખાવાનો સોડા ઉમેરો અને એને બરાબર હલાવો ગેસ ધીમો જ રાખવાનો છે હવે બાકી રહેલી 1/2 ચમચી ઘી પણ એ ગોળના પાઈમાં નાખી દો અને બરાબર હલાવી ગેસ બંધ કરી દો હવે તેમાં શેકેલા તલ નાખી દો અને ધીમા હાથે હલાવો ગોળ અને તલ બરાબર મિક્સ થઈ જાય
- 3
એમાંથી તલની ચીકી તૈયાર થઈ જશે બાકી રહી ગયેલા તૂટી ગયેલા પીસ માંથી ગોળ લાડુ વાળી દો જેથી કરીને લાડુ પણ નાના નાના તૈયાર થઈ જશે અને લાડુ ની અંદર એક રૂપિયાનો સિક્કો મૂકી દો તો જેને લાડુ આવે એ ખુશ થઈ જાય છે
- 4
ઘી થી ગ્રીસ કરેલી થાળી ને ગરમ મિશ્રણ નાખી વાટકી થી એક સમાન લેવલ તૈયાર કરો અને ગરમ વખતે તેના ટુકડા કરો ત્યારબાદ 15 20 મિનિટ માટે ઢાળીને ઠંડી પડવા દો
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ