હરાભરા પાલક પનીર કબાબ (Harabhara Palak Paneer Kebab Recipe In Gujarati)

sneha desai @cook_040971
હરાભરા પાલક પનીર કબાબ (Harabhara Palak Paneer Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ના પાનને અને વટાણાને ધોઈ ને તપેલીમા પાણી મુકી બાફી લો.પછી પાલક ને બરફના ઠંડા પાણીમા કાઢી લો,ઠંડુ પડે એટલે મીકસર મા બન્ને ક્રશ કરી દો.
- 2
હવે એક પેન મા તેલ ગરમ કરવા મુકોપછી આ મિશ્રણ નાખી,બધાજ મસાલા કરી ત્યા સુધી સાતળો કે તેમાંથી પાણી બધુ સોસાય ની જાય.બીજીબાજુ પનીર ને છીણી તેમા જીરૂ અને મરી,મીઠું,ચાટ મસાલો નાખી ગોળ આકાર ના બોલ વાળી દો.
- 3
હવે પાલકના મિશ્રણ ને બરાબર મીકસ કરી હાથમા ગોળ વાળી વચ્ચે પનીર ના બોલ મુકી પાલક ની પેસ્ટ બંધ કરી દો,એટલે પેટીસની જેમ બનાવી લો.
- 4
હવે એક પેન મા તેલ ગરમ થાય એટલે આ કબાબ તળી લો,આછા લાલ રંગ ની થાય એટલે કાઢી લો.તો તૈયાર છે,હરાભરા પાલક પનીર કબાબ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16813674















ટિપ્પણીઓ (3)