રાંધવાની સૂચનાઓ
- 1
બંને દાળને સાતથી આઠ કલાક સુધી પલાળી રાખવી. પછી દાળમાં આદુ મરચાં ઉમેરી અને મિક્સરમાં ક્રશ કરીને દહીવડાનું બેટર તૈયાર કરવું. પછી આ બેટરને એક જ ડાયરેક્શનમાં દસેક મિનિટ સુધી હલાવવું જેથી તેમાં જેથી વડા સોફ્ટ બનશે. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું અને વાટેલું જીરું નાખીને મિક્સ કરી લેવું.
- 2
દહીં વડા નો મસાલો બનાવવા માટે 1 ચમચીસંચળ, 1 ચમચીધાણાજીરું, 1 ચમચીચાટ મસાલો અને જીરું ને શેકીને પાઉડર બનાવી એ બધું મિક્સ કરી મસાલો તૈયાર કરી લેવો. ત્યારબાદ વડા બનાવી અને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા.
- 3
પછી વડા ને થોડું ગરમ પાણી કરી તેમાં નાખી દેવા અને પછી દબાવી અને પાણી નીતારી કાઢી લેવા જેથી વડા સરસ સોફ્ટ થઈ જશે.
- 4
ત્યારબાદ તેને દહીંમાં નાખી દહીવડાનો મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરી દાડમ અને લાલ મરચું સ્પ્રિંકલ કરી સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16843916















ટિપ્પણીઓ (9)