રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગ્રેવી બનાવા માટે એક કડાઈ માં તેલ લો, ગરમ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરો અને સાંતળો ત્યાર બાદ તેમાં ટામેટા, આદુ, લસણ, કાજુ, તમાલપત્ર, સૂકા લાલ મરચાં, બાદીયા, લવિંગ ઉમેરી બધું બરાબર ચડવા દો
- 2
હવે તેમાં મીઠું, ધાણા જીરું, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
તેને એક તપેલી માં કાઢી લો અને ઠંડુ થવા દો
ઠંડુ થઈ જાય એટલે તેને ક્રશ કરી ગ્રેવી બનાવી લો - 4
હવે એક કડાઈ માં તેલ લઈ તેમાં પનીર માં મીઠું, લાલ મરચું પાઉડર ઉમેરી બરાબર સાંતળી લો
- 5
ત્યાર બાદ કડાઈ માં બટર મૂકી તેમાં ગ્રેવી ઉમેરી થોડી વાર ઢાંકી રહેવા દો પછી તેમાં પનીર, કસુરી મેથી ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો અને છેલ્લે તેમાં ક્રીમ એડ કરો
- 6
તો તૈયાર છે ખુબજ ટેસ્ટી કડાઈ પનીર જેને તમે નાન અથવા પરોઠા સાથે સર્વ કરી શકો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16955655













ટિપ્પણીઓ