રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લોટને ચાળી લો તેમાં મીઠું તેલ અને પાણી ઉમેરી રોટલી નો લોટ બાંધી લો. તેને પાંચથી દસ મિનિટ સુધી રહેવા દો. હવે તેમાં એક ચમચી તેલ ઉમેરી તેને મસળી લો અને તેના નાના નાના લુવા કરી તેની રોટલી વણી લો.
- 2
ગેસ પર લોઢી ગરમ કરો. લોઢી ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરી એક સાઇડ રોટલી ને થોડીક શેકો અને હવે ગેસની આંચ ફાસ્ટ કરી બીજી સાઈડ આખી થવા દો. હવે રોટલી ને ઓછી થયેલી સાઇડ ને ગેસની આંચ ઉપર મૂકી ફુલાવી લો. ગરમ ગરમ રોટલી ઉપર ઘી લગાવી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17005317










ટિપ્પણીઓ