ટોમેટો પૌવા (જૈન)

હંમેશા જ્યારે પૌવા બનાવવામાં આવે છે ત્યારે ખાસ કાંદા અને બટેટા નો ઉપયોગ થાય છે .એટલે જૈન પૌવા બનાવવા માટે ટમેટાનો ઉપયોગ થાય છે આજે ટમેટા અને સિંગ નો ઉપયોગ કરીને ટેસ્ટી ટોમેટો પૌવા બનાવ્યા છે.

રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પૌવાને ચાલીને ત્રણ વાર પાણીથી ધોઈ લેવા અને બરાબર પલળી જાય એટલે જાળીમાં નાખીને પાણી કાઢીને એક કપડાં ઉપર તેને પાથરી અને કોરા કરી લેવા એટલે કે પાણીનો ભાગ નીકળી જવો જોઈએ અને છૂટા થઈ જવા જોઈએ
- 2
ટમેટાને બારીક સમારી લેવા અને પછી એક કડાઈમાં તેલ મૂકીને તેમાં સિંગ એડ કરી અને ઘીરા તાપે ક્રિસ્પી થઈ જાય એટલે તેમાં રાઈ અને જીરું મૂકવું તે તતડી જાય એટલે તેમાં કઢી પત્તા અને લીલા મરચાની ચીરી એડ કરવી.
- 3
વઘાર બરાબર થઈ જાય એટલે તેમાં પૌવા એડ કરવા અને પછી તેમાં મસાલો એટલે કે હળદર ધાણાજીરૂ લીંબુ સાકર મીઠું તથા સમારેલા બારીક ટમેટા બધા જ એડ કરી દેવા અને પછી તેમાં કોથમીર એડ કરવી બધું જ મિક્સ કરી અને બરાબર હલાવી લેવું બેથી પાંચ મિનિટ ગેસ ઉપર પૌવા ને ઢાંકી દેવા.
અને પછી ગેસ બંધ કરી દેવો - 4
આપણા ટેસ્ટી પીનટ્સ વાળા
જૈન ટોમેટો પૌવા તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ