રાગી શક્કરીયા પરાઠા
જાનવી કપૂર ડાયટ સ્પેશિયલ પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શક્કરિયા ને બરાબર સાફ કરી લો અને જે રીતે આપણે બટાકા બાફવા મૂક્યા છે એ રીતે કુકરમાં અથવા તો કળૈયામાં શક્કરિયા ને બાફવા માટે મૂકી દો
- 2
શક્કરિયા જ્યાં સુધી બફાઈ ત્યાં સુધીમાં આપણે રાગીનો લોટ બાંધી દઈશું
- 3
રાગીનો લોટ બાંધવા માટે એક ફ્રાય પેન ની અંદર એક કપ પાણી એની અંદર એક ચમચી ઘી, થોડું અમથું મીઠું,એક ચમચી તલ ઉમેરી પાણીને ઉકળવા દો
- 4
પાણી ઉકળી જાય એટલે એની અંદર રાગીનો લોટ ઉમેરી દો
- 5
રાગીનો લોટ બધું પાણી સોસી ના લઇ ત્યાં સુધી એને હલાવતા રહો હવે ગેસ બંધ કરી દો
- 6
ઉપરના ફોટા પ્રમાણે લોટ થોડો પાણી શોષી લઈ પછી એને ચાર થી પાંચ મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને થોડો સીઝાવા દો
- 7
હવે લોટને એક બાઉલમાં કાઢીને બરાબર મિક્સ કરી લો
- 8
હવે એક ખલ ની અંદર બે મરચાના ટુકડા, એક ઇંચ આદુનો ટુકડો, ચાર થી પાંચ કડી લસણ અને અડધી ટીસ્પૂન જીરું ઉમેરી પેસ્ટ કરી લો
- 9
લોટ બાંધવાની પ્રોસેસ અને પેસ્ટ બનાવવાની પ્રોસેસ કરીશું ત્યાં સુધીમાં આપણા શક્કરિયા પણ બફાઈ જશે
- 10
શક્કરિયા બફાઈ જાય એટલે એને બહાર કાઢી ઠંડા કરવા માટે મૂકી દો
- 11
હવે શક્કરિયા થોડા ઠંડા થાય એટલે એની ઉપરથી છાલ કાઢી અને કાંટાવાળી ચમચીથી બરાબર મસળી લઈશું
- 12
હવે એની અંદર ધાણા, લસણ મરચું આદુ અને જીરુંની બનાવેલી પેસ્ટ, ધાણાજીરૂ, સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધુ બરાબર મિક્સ કરી લઈશું
- 13
હવે આપણે પરોઠા બનાવીએ એ પ્રમાણે પહેલા રાગીના લોટને લઈને એમાંથી રોટલી બનાવીશું પછી એની અંદર શક્કરિયા નું સ્ટફિંગ ભરીશું પછી એને પાછો રોલ બનાવી પરોઠા વણીશું
- 14
રાગીનો લોટ થોડો ચીકણો થઈ ગયો હશે જેથી આપણે પરોઠા વણાશે નહીં તો પરોઠા વણવા માટે સુકો રાગીનો લોટનો જ ઉપયોગ કરજો તો તમે આરામથી પરોઠા વણી શકશો
- 15
હવે પરોઠા શેકવા માટે એક તવા ઉપર ઘી લગાવી શું અને પરોઠા તવા ઉપર પાથરી દઈશું
- 16
એક બાજુ પરોઠો શેકાઈ જાય એટલે ત્યાં ઘી લગાવીશું અને પછી એના પલટીને બીજી બાજુ શેકી લઈશું
- 17
તૈયાર છે આપણા રાગી શક્કરિયા પરાઠા હવે એને દહીં સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ