મેક્સિકન ટાકોઝ

આ ઇન્ડો - મેક્સીકન ટાકોસ રેસીપી ભારતીય ઘટકો અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને સરળતાથી બનાવવામાં આવે છે તે એકદમ સ્વાદિષ્ટ છે.
મેક્સિકન ટાકોઝ
આ ઇન્ડો - મેક્સીકન ટાકોસ રેસીપી ભારતીય ઘટકો અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને સરળતાથી બનાવવામાં આવે છે તે એકદમ સ્વાદિષ્ટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજમાને ધોઈને 7 થી 8 કલાક માટે પાણીમાં બોરી મૂકવા, હવે એક પ્રેશર કુકર ની અંદર રાજમા ઉમેરવા મીઠું ઉમેરવું અને પછી હાઈ ફ્લેમ ઉપર પાંચ વિસલ વગાડવી પછી દસ મિનિટ સુધી બંધ કુકરમાં રવા દેવા
- 2
જ્યાં સુધી રાજમાં બફાઈ ના જાય ત્યાં સુધીમાં આપણે હરીસા સોસ બનાવી દઈશું
- 3
હારીસા સોસ બનાવવા માટે,એક પેન ની અંદર બે કપ પાણી લેવું, સાથે લાલ મરચા ઉમેરવા અને એને પાંચથી સાત મિનિટ ઉકળવા દેવાનું અને નેચરલી ઠંડા થવા દેવા
- 4
હવે એક મિક્સર જાર ની અંદર મરચા ઉમેરી દેવા સાથે અડધી ચમચી જીરૂ ઉમેરી દેવું, ચાર થી પાંચ કડી લસણની ઉમેરવી, અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું, એક ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરવો, બે ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ ઉમેરવું, 1 ટેબલસ્પૂન ધાણા અને બે ટેબલસ્પૂન પાણી ઉમેરી બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લેવી, હરીસા પેસ્ટ બની ગયું છે હવે આપણે અગાળી ની પ્રોસેસ કરીશું
- 5
રાજમા નું કુકર ઠંડુ થઈ ગયું હશે હવે રાજમાને પાણી કાઢી લઈશું એને એક બાઉલમાં લઈ લેશો અને હવે એની અંદર બટાકાને છીણીને ઉમેરી દઈશું અથવા તો વધેલો ભાત દોઢ કપ જેટલો ઉમેરી દેવો
- 6
રાજમા અને બટાકાની અંદર ધાણાજીરું પાવડર, સંચળ પાવડર, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચું, સમારેલું લીલું મરચું, ચીલી ફ્લેક્સ, લેમન જ્યુસ, સમારેલા ધાણા ઉમેરવા અને હવે બધું મિક્સ કરી લેવું
- 7
બટાકા અને રાજમાનો જે મિશ્રણ છે એને ટેસ્ટ કરી લેવો અને તમારી રીતે એની અંદર કંઈક ઉમેરવા જેવું લાગે તો ઉમેરી દેવું, હવે એમાંથી આપણે પેટીસ તૈયાર કરી લઈશું
- 8
હવે આપણે પેટીસના માટે એક બેટર તૈયાર કરીશું. જેની અંદર આપણે મેંદો અને કોર્નફ્લોર નો યુઝ કરીશું મેંદો અને કોર્નફ્લોર ની અંદર થોડું પાણી ઉમેરી એને ઘડું પેસ્ટ બનાવી દઈશું
- 9
હવે પહેલા એક પેટીસ લઈશું એને મેંદાના પેસ્ટમાં ઉમેરીશું એમાંથી કાઢીને બ્રેડ ક્રમ માં ઉમેરીશું અને પછી સાઈડે મૂકી દઈશું
- 10
હવે અરીસા પેસ્ટને માયોનીઝ સાથે મિક્સ કરી દઈશું, તમારે હેરિસા પેસ્ટ ઘરે ના બનાવો હોય તો માર્કેટમાં સીઝવાન ચટણી મળે છે એનો પણ ઉપયોગ કરી શકો તમે સિઝવાન ચટણી અને માયોની બે પણ મિક્સ કરી શકો છો
- 11
હવે આપણે પેટીસ ને ફ્રાય કરી દઈશું પેટીસ ફ્રાય કરવા માટે ગરમ તેલની અંદર બે થી ત્રણ મિનિટ માટે એક સાઈડ એને થવા દઈશું અને પછી બીજી સાઈડ ફેરવીને પાછી કરીશું
- 12
હવે આપણે ટાકોઝ માટે રોટલી બનાવીશું, રોટી બનાવવા માટે એક બાઉલમાં મેંદો લઈશું એની અંદર એનો એડ કરીશું અને થોડું તેલ ઉમેરીશું અને સરખું મિક્સ કરશું મુઠ્ઠી વાળી શકાય એ રીતનું તેલ ઉમેરીશું
- 13
હવે અંદર થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધીશું અને એ લોટને કટકો ઢાંકીને 30 મિનિટ સુધી રેસ્ટ આપીશું 30 મિનિટમાં આપણો લોટ સરખો થઈ જશે
- 14
હવે એ લોટમાંથી રોટલી બનાવીશું રોટલી વણવા માટે મેંદાનો જ ઉપયોગ કરવો અને તવા પર તેલ અને ઘી નો ઉપયોગ કર્યા વિના એને બંને સાઈડથી શેકી લઈશું
- 15
તમારે તકોઝ ની રોટલી ઘરે ના બનાવી હોય તો માર્કેટમાં લચ્છા પરાઠા મળે છે એનો પણ ઉપયોગ કરી શકો
- 16
હવે આપણે આમાંથી મેક્સિકન ટાકોઝ બનાવવાની શરૂઆત કરી દઈશું સૌપ્રથમ રોટી ઉપર માયોનીઝ અને હરીસા પેસ્ટ નો મિશ્રણ બનાવ્યું છે એ લગાવીશું
- 17
હવે એની ઉપર ચીઝ છીણીશું આને ઉપર ટીકી મુકીશું ટીક્કી ઉપર પાછું ચીઝ ઉમેરીશું અને એની ઉપર ચીલી ફ્લેક્સ ઓરેગાનો નું મિક્સ હબ એડ કરીશું
- 18
હવે ટાકોઝ ને રેપ કરી દો એક સાઇડથી અને તવો ગરમ કરી એની ઉપર બટર લગાવો એને તકોઝને શેકવા માટે મૂકી દો
- 19
એક્સાઇડ શેકા તો થાય એટલે બીજી સાઈડ બટર લગાવી દો અને પછી બીજી સાઈડ પણ ફેરવીને શેકી લો, આપણો તકોઝ તૈયાર
- 20
હવે એને માયોજી અથવા તો ટોમેટો કેચપ જોડે સર્વ કરો ટાકોઝ જ્યારે સર્વ કરો ત્યારે ઉપર બટર લગાવવું અને ચીઝ છીણવાનું ભૂલશો નહીં
- 21
મેક્સિકન ટાકોસ બનાવવા માટેની સૌથી સરળ રીત તમે માર્કેટમાંથી ટીકી સેલો ફ્રાય મળે છે એ લાવી શકો માર્કેટમાંથી લચ્છા પરાઠાના પેકેટ્સમાં મળે છે એ પણ લાવી શકો. માયયોનીઝ અને સિઝવાન ચટણી પણ લાવી શકો અને આ બધું આટલું જ મટીરીયલથી પણ તમે ટેસ્ટી ટાકોસ બનાવી શકો
- 22
આ બધી વસ્તુ મેં amazon પરથી ફોટા લઈને તમને મોકલ્યા છે તમને આ માર્કેટમાં ઈઝીલી મળી રહેશે આનાથી તમે બહુ ઇઝી રીતે ટાકો બનાવી શકશો
- 23
તમે પણ ટ્રાય કરજો અને મને જણાવજો કે મારી ઘરે બનાવેલી રેસીપી સારી લાગી કે માર્કેટમાંથી લાવીને બનાવેલી રેસીપી બનાવીને ખાવામાં વધારે મજા આવે
Keywords
Similar Recipes
More Recipes




































ટિપ્પણીઓ