કાજુ બરફી / કાજુ હલવા

Arpan Shobhana Naayak @cook_9447422
આ વાનગી કાજુ કતરી થી મેળ ખાઈ છે. મેં થોડો અલગ સ્વાદ આપી ને અલગ બનાવી છે.
કાજુ બરફી / કાજુ હલવા
આ વાનગી કાજુ કતરી થી મેળ ખાઈ છે. મેં થોડો અલગ સ્વાદ આપી ને અલગ બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ ને જાડું વાટી લો. જીણું વટિયે તો મિક્સર ના વાડકા માં ચીટકી જાય.
- 2
૩૫૦ ml જેટલું પાણી ગરમ મુકો. તેમાં ખાંડ ઉમેરો. ચાસણી નથી બનાવની.ખાંડ ઓગળે તેટલું ગરમ કરી ને તેમાં કાજુ નો ભૂકો ઉમેરો.
- 3
બરાબર હલાવી ને ભેળવી લો.મિશ્રણ પેન માં ચોંટવું ન જોઈએ. તેમાં મિલ્ક પાવડર ને ઘી ઉમેરો. હલાવતા રહો. ઘી છૂટું પડે તેવું હલાવો.થોડો ભૂરા રંગ નો થશે.રવા નો હલવા જેવો દેખાશે.(૨-૩ કપટી એલચી નો ભૂકો ઉમેરી શકો છો, અલગ સ્વાદ લાવા)
- 4
એક થાળી માં ઘી ચોપડો ને તેમાં મિશ્રણ ઠારો.ઠંડુ થઇ જાય પછી તેને ફ્રિજ માં મૂકી ડો.
- 5
બહાર કાઢી ને તેના સક્કરપારા જેવા ટુકડા કરી લો.હલવો તૈયાર છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156415



ટિપ્પણીઓ