દાલ પકવાન

#જોડી દાલ પકવાન એક સિંધી રેસીપી છે જેણે હવે ભારતમાં શેરી વાનગીઓમાં પ્રવેશ કર્યો છે.જે સવાર ના નાસ્તા સમયે બધે મળે છે.
દાલ પકવાન
#જોડી દાલ પકવાન એક સિંધી રેસીપી છે જેણે હવે ભારતમાં શેરી વાનગીઓમાં પ્રવેશ કર્યો છે.જે સવાર ના નાસ્તા સમયે બધે મળે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા દાળને ધોઈ 2 કલાક માટે પલાળી રાખો.
કુકર માં દાળ,1 1/2 કપ પાણી, મીઠું, હળદર નાંખી 3 સીટી વગાડો.
તેલને ગરમ કરી જીરૂ નાંખો.
લીલું મરચું નાંખી વઘાર દાળમાં નાખો.
ગરમ મસાલો,આમચૂર પાઉડર નાંખી દાળ ને 1 મિનિટ ઉકાળો.
કોથમીર નાખો દાળ તૈયાર છે. - 2
પકવાન માટે : લોટ માં જીરૂ, મીઠું, ઘી ઉમેરી પાણી થી સોફ્ટ કણક બાંધો.
તેલને ગરમ કરવા મૂકો.
કણકના લુઆ વાળી પાતળી પુરીઓ વણો.
પુરી માં કાંટા વડે કાણા પાડી તેલમાં તળી લો.
પકવાન તૈયાર છે. - 3
સર્વ કરવા : પકવાનને પ્લેટમાં લઈ તેના પર દાળ નાખો.
આમલી ની ચટણી, લીલી ચટણી, કાંદા, ટામેટા,કોથમીર, નાંખી અને સર્વ કરો.
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ