મિક્સ ફ્રૂટ અને નટ્સ ના પૅનકૅક્સ
#નાસ્તો
રાંધવાની સૂચનાઓ
- 1
સોજી, મેદો, બેકિંગ સોડા, ખાંડ,કાજુ, બદામ અને પિસ્તા નો ભૂકો અને સૂકી દ્રાક્ષ બધું એક મોટા વાડકા માં મિક્સ કરો.
- 2
બધા ફ્રૂટ નું જરૂર મુજબ પાણી નાખી ને જ્યુસ બનાઓ મિક્સર માં. અને મિક્સ કરેલા સોજી ના મિશ્રણ માં ધીરે ધીરે ઉમેરતા જાવ. ઈડલી ના ખીરા જેવું જ ખીરું તૈયાર કરો, એટલી જ કોંસિસ્ટેંસી. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી દેવું
- 3
હવે એક પેન માં થોડું ઘી કે બટર મૂકી એમાં તૈયાર કરેલું ખીરું રેડો, બવ પાથરી નથી દેવાનું, ખાલી રેડવાનું જ છે આશરે ૨ મોટા ચમચા જેટલું ખીરું લીધું છે મેં દરેક પૅનકૅક્સ માટે. બંને બાજુ થી સરસ સેકી લો, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી.
- 4
ચોકલેટ સીરપ અને ચોકલેટ ચિપ્સ થી સજાવો. બદામ ની કતરણ પણ નાખી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10667222











ટિપ્પણીઓ