લાપસી કેરેમલ પુડીંગ
લાપસી ગુજરાતી ના ઘરમાં દરેક પ્રસંગે બનતી ખૂબ જ ફેમસ ડીશ છે જેની સાથે મેં ફયુઝન કર્યું છે . ગુજરાતી સાથે વિદેશી ડેઝટ.
#Gujjuskitchen
#ફયુઝનવીક
લાપસી કેરેમલ પુડીંગ
લાપસી ગુજરાતી ના ઘરમાં દરેક પ્રસંગે બનતી ખૂબ જ ફેમસ ડીશ છે જેની સાથે મેં ફયુઝન કર્યું છે . ગુજરાતી સાથે વિદેશી ડેઝટ.
#Gujjuskitchen
#ફયુઝનવીક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લાપસી ને ૩૦ મીનીટ પહેલા પાણી માં પલાળી દો.
- 2
હવે અેક પેન માં દૂઘ ગરમ મૂકી તેમાં લાપસી અને ખાંડ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરો, હવે તેમાં ઈલાયચી પાવડર અને કે સર,રોઝ એસંસ નાખી ઉતારી લો
- 3
હવે પુડીંગ બનાવવા ૧ કપ તૈયાર કરેલી લાપસી, કન્ડેન્સ્ડ મિલ્ક, દૂધ, કસ્ટડ પાઉડર અને દહીં નાખી બ્લેન્ડર ફેરવી મિશ્રણ તૈયાર કરો
- 4
કેરેમલ બનાવવા પેનમાં ખાંડ અને પાણી નાખી હલાવીયા વગર તેને કેરેમલ થાય ત્યાં સુધી કૂક કરો,
- 5
હવે સિલીકોન મોલ્ડ માં પહેલા કેરેમલ કરેલી ખાંડ અને પછી લાપસી નું મિશ્રણ નાખો હવે અેક સ્ટીમર માં પાણી ગરમ મૂકી તેમાં સિલીકોન મોલ્ડ મૂકી ૧૫ થી ૨૦ મીનીટ માટે કૂક કરી લો, કુકર માં સીટી નથી રાખવાની.
- 6
હવે આ પુડીંગ ને ઠંડું કરવા ફ્રીજ માં સેટ કરવા મૂકી, સવ કરતી વખતે અનમોલડ કરી પીરસો.
- 7
પુડીંગ ને તમે પ્રીહીટેડ અવન માં ૨૦૦ ડીગ્રી પર ૧૫ થી ૨૦ મીનીટ માટે બેક પણ કરી શકો છો.
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ