નવાબી ગોબી કડાઈ

#flamequeens
#અંતિમ
આજે મેં કૂકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ માં શેફ સિદ્ધાર્થ સરની બનાવેલી અવધિ મલાઈ ગોબીમાંથી થોડીક સામગ્રી લઇને નવાબી ગોબી કડાઈ બનાવ્યુ છે.
આ વાનગી માં મૂળ રેસીપી માંથી ગોબી ની સાથે મેં કેપ્સિકમ, ડુંગળી અને પનીર નો ઉપયોગ કર્યો છે. અને ડુંગળી અને ટામેટાં ની મિક્સ પેસ્ટ બનાવી છે. તથા મૂળ વાનગી ના બીજા ઘટકો નો ઉપયોગ પણ કર્યો છે.

રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ડુંગળી, ટામેટા ને મોટા સમારીને એક કઢાઈ મા સાતળો.
- 2
હવે સાતળેલા ટામેટા, ડુગળી ને ઠંડા પડતા મિકસર મા ક્રશ કરી રેડ ગ્રેવી બનાવો.
- 3
એક પેન મા થોડું તેલ લો. તેમાં ડુંગળી અને કેપ્સિકમ વારાફરતી થોડા સાંતળી લો.(તેના થી શાક નો સ્વાદ સરસ આવશે)
- 4
બીજી બાજુ ફૂલેવર ને ગરમ તેલ માં તળી લો.
- 5
અને પનીર ના ટુકડા કરી તેમાં થોડું મીઠું, લાલ મરચું અને લીંબુ નીચોવી ને 15 મિનિટ માટે મેરિનેટ થવા દો. અને પછી તેને તળી લો.
- 6
હવે પેન માં તેલ થાય એટલે તેમા જીરું, ઈલાઈચી, તજ, તમાલ પત્ર અને લવિંગ નાખો અને તતડે એટલે તેમા રેડ ગ્રેવી ઉમેરી ને સાતળો. તેમાં લસણ ની પેસ્ટ અને આદુ ની પેસ્ટ ઉમેરો અને તેલ છૂટુ પડે ત્યાં સુઘી થવા દો.
પછી તેમા હળદર, લાલ મરચુ, કિચન કિગ મસાલો, મીઠું અને ગરમ મસાલો ઉમેરી હલાવો. - 7
પછી તેમા કાજુ ની પેસ્ટ અને મલાઈ ઉમેરો. બધું બરાબર મિક્સ કરીને તેને બરાબર ખદખદાવા દો. પછી ગ્રેવીમાં ફુલેવર અને સાંતળેલા ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી હલાવો અને પનીર ઉમેરો.
- 8
છેલ્લે કસૂરી મેથી નાખી હલાવી બરાબર મિક્સ કરી લો.
ઉપરથી પનીર અને લીલા ધાણા નાખી રોટી, પરાઠા અથવા નાન સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ