સ્ટફ્ડ ખજૂર ચોકલેટ્સ

#ફ્રૂટ્સ
મારી લાડલી પૌત્રી આયુષી માટે કંઈક હેલ્ધી અને ટેસ્ટી સરપ્રાઈઝ બનાવવાનું વિચારતો હતો. એ ચીજ પાછી લંચબોક્સમાં પણ જવી જોઈએ, એવો મારો આગ્રહ. અને એમાં સૂઝ્યું આ!
કાજુ-બદામ-અખરોટ-શીંગદાણાં ને પીસી તેમાં મધ ઉમેરી ઘેરે જ બનાવ્યું ડ્રાયફ્રુટ પીનટ બટર, તેને ભર્યું કાળા અને સોફ્ટ સોફ્ટ ખજૂરની અંદર, ને એ ખજૂરને પીગાળેલી ડાર્ક ચોકલેટમાં ડીપ કરી ઉપર વળી ડ્રાયફ્રુટ નાં ટુકડાઓ વડે ગાર્નિશ પણ કર્યું.
બની ગઈ, મસ્ત મજાની ખજૂર ચોકલેટ.
તમે પણ બનાવો અને તમારાં ભૂલકાઓને ખવડાવો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક શાર્પ નાઈફની મદદથી ખજૂરમાં કાપો પાડી તેના ઠળિયા કાઢી લેવા.
- 2
શીંગદાણા ને એક પેનમાં શેકી લઈ, ઠરે ત્યારે તેનાં ફોતરાં કાઢી લેવાં.
- 3
તમામ નટ્સને કોરા જ શેકી લેવાં કે જેથી તે કરકરા થઈ જાય.
- 4
હવે મિક્સરની નાની જારમાં આ સુકામેવા તેમજ શીંગદાણા ઊમેરી તેને સ્મૂધ પેસ્ટ બને ત્યાં સુધી ગ્રાઈન્ડ કરવું.
- 5
આ મિશ્રણમાં મધ ઊમેરી ફરીથી ગ્રાઈન્ડ કરવાથી તેની સરસ મઝાની પેસ્ટ તૈયાર થશે, જેને આપણે મિક્સ નટ બટર એવું નામ આપી શકીએ છીએ.
- 6
આ મિક્સ નટ બટર બજારમાં તૈયાર મળતાં પીનટ બટર કરતાં ઘણું જ વધારે હેલ્ધી છે.
- 7
ફોલેલા ખજૂરમાં આ મિશ્રણ વચ્ચે ભરી, આ ભરેલા ખજૂરને ડીપફ્રિજમાં ત્રણ-ચાર કલાક માટે મૂકી રાખવા, કે જેથી ખજૂરની અંદરનું મિશ્રણ બરાબર જામી જાય.
- 8
હવે આપણી ડાર્ક ચોકલેટને ખમણી લઈ એક બાઉલમાં લ્યો.
- 9
બીજા એક મોટા બાઉલમાં પાણી ભરી ગેસ પર ગરમ કરવા મૂકો.
- 10
આ બાઉલની અંદર, ડૂબે નહીં તેનું ધ્યાન રાખી ડાર્ક ચોકલેટવાળું બાઉલ મૂકો. (આને ડબલ બોઈલર સિસ્ટમ કહે છે.)
- 11
આપણી ડાર્ક ચોકલેટ સરસથી મેલ્ટ થઈ જાય ત્યારે બાઉલ બહાર લઈ લેવું.
- 12
ઓગળેલી ચોકલેટમાં ફ્રીઝ કોલ્ડ ખજૂર બરાબર કોટ કરી લેવાં. ચાહો તો ઊપર કાજુ -અખરોટનાં નાના ટુકડાઓ વડે ગાર્નિશ પણ કરી શકાય.
આ ખજૂરને બટરપેપર પાથરેલી ડીશમાં મૂકી ફરીથી એકાદ કલાક માટે ફ્રીઝ કરવાં. - 13
તૈયાર છે, એકદમ હેલ્ધી અને ટેસ્ટી સ્ટફ્ડ ખજૂર ચોકલેટ્સ.
આ હેલ્ધી ટ્રીટ ને સરસ મજાના પેપરમાં રેપ કરી ગિફ્ટ પણ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ