છુટા દાળ ભાત
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કપ ચોખા લઈ તેને પાણીથી ધોઈ એક તપેલીમાં પાણી નાખી ધોયેલા ચોખા ચડાવવા મૂકી દો ચોખા ચઢી જાય ત્યારે તેમાં આઠથી દસ ટીપા લીંબુ નાખી બનેલા ભાતની ચારણીમાં ઓસા v લો ભાત તૈયાર છે
- 2
દાળ બનાવવા માટે કૂકરમાં પાણી મૂકી તેમાં તુવેરની દાળ ૧ કપ મૂકો તેમાં હળદર મીઠું નાખી બાફવા મુકી દો બફાઈ જાય પછી તેમાંથી ઉપરનું પાણી તેમજ બે ચમચી દાળ નાખી ઓસાણ બનાવવું
- 3
ઓસાણ બનાવવા માટે બે ચમચી દાળ તેમજ તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખી પીસી નાખવું તેને ઉકળવા મૂકી દેવું તેમાં ટમેટું લીમડો લીંબુ ખાંડ લીલું મરચું તેમજ મીઠું ચાખીને નાખવું ઓછું લાગે તો જ નાખવું ત્યારબાદ એક લોયામાં એક ચમચી તેલ અને ૧ ચમચી ઘી મૂકી તેમાં રાય જીરૂ હિંગ તજ-લવિંગ નાખી તે વઘારો ને ઉકળતા ઓસાણ માં નાખવું ઓસાણ તૈયાર છે તેની ઉપર ધાણાભાજી નાખવી છુટા દાળ ભાત છાશ પાપડ સાથે જમવાની મજા આવશે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11855245












ટિપ્પણીઓ