પાલક ટામેટા વાળી મગ દાળ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ધોઈને બે કલાક પહેલા પલાળી રાખી દો. ગેસ પર એક કડાઈ ગરમ મૂકો. તેમાં રાઈ જીરું લવિંગ તમાલપત્ર લીમડાના પાન નો વઘાર કરો.
- 2
હવે તેમાં દાળ ઉમેરી દો. તેમાં હળદર મીઠું હિંગ અને પાણી ઉમેરી ને બરાબર મિક્સ કરી ને ઢાંકી દો.
- 3
થોડીવાર પછી તેમાં પાલક ટામેટા ના ટુકડા મરચું પાઉડર અને ગરમ મસાલો ઉમેરી ને બરાબર મિક્સ કરી ને ફરી ઢાંકી દો. ૧૫ થી ૨૦ મિનીટ સુધી ધીમા તાપે પકાવો. થોડીવાર હલાવતા રેવું.
- 4
તો તૈયાર છે સ્વાદિષ્ટ દાળ જે જુવાર ના રોટલા અને છાસ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11960644















ટિપ્પણીઓ (2)