મીની કરારી રોટી(mini karari roti recipe in Gujarati)

Hetal Vithlani @Hetal_pv31
મીની કરારી રોટી(mini karari roti recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં તેલનું મોણ અને મીઠું નાખી રોટલી જેવો લોટ બાંધી અને દસ મિનિટ ઢાંકીને રહેવા દો.
- 2
હવે ગેસ ઉપર લોખંડની કડાઈ ને ઊંધી મૂકી તેના પર તેલ લગાવો. હવે પાતળી રોટલી વણીને ઉંધી કરેલી કડાઈ ઉપર ધીમા તાપે શેકો.
- 3
હવે એક મિનિટ પછી રોટલી ને પલટાવીને કોટનના કપડા થી બંને બાજુ ધીમે ધીમે શેકી લો ગેસની આંચ ધીમી રાખવાની. હવે તેને ધીરે રહીને પ્લેટમાં કાઢી લો.
- 4
હવે ઓગાળેલા ઘીમાં સ્વાદ અનુસાર મીઠું મરચું અને જીરું પાઉડર નાખી મિક્સ કરી લો. હવે તેને કરારી રોટી ઉપર લગાવો અને લીલા ધાણા નાંખી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12759083








ટિપ્પણીઓ (11)