રાંધવાની સૂચનાઓ
- 1
રવા માં જરુર મુજબ પાણી નાખી લોટ બાંધો અને ૧૦ મિનિટ સુધી રાખો. પછી તેમાં થી નાના નાના લુવા બનાવી લો અને ઈલેક્ટ્રીક રોટી મેકર મા દબાવી જરાક કાચા પાકુ ચડવા દો જેથી થોડી શેકાયેલી પુરી બની જશે. પછી તેને ગરમ તેલ મા તળી લો.
- 2
ખજુર, આંબલી ને ગરમ પાણી મા ૧૦-૧૫ મિનિટ સુધી ઉકાળો. પછી તેને ઠંડુ થવા દો અને ત્યાર બાદ તેને મિક્ષર મા ગ્રાઇનડ કરો. પછી તેમાં ગોળ, મીઠું પ્રમાણસર, સંચળ, લાલ મરચું પાઉડર,ગરમ મસાલો, પાણી જરુર મુજબ નાખી ૪-૫ મિનિટ સુધી ઉકાળો. પછી ઠંડુ થવા દો.
- 3
કોથમીર, ફૂદીનો, લીલા મરચા, સંચળ, મીઠું પ્રમાણસર નાખી, લીંબુ નો રસ નાખી મિક્ષર મા ગ્રાઇનડ કરો. પછી તેમાં જરુર મુજબ પાણી નાખી, ફરીથી લીંબુનો રસ, ચાટ મસાલો, સંચળ નાખી પાણી તૈયાર કરી લો.
- 4
બાફેલા બટાકા, ચણા, લીલા મરચા પેસ્ટ, કોથમીર, મીઠું પ્રમાણસર, ચાટ મસાલો નાખી મિક્ષ કરો.
- 5
કુકર માં તેલ ગરમ થાય એટલે તેમાં બટેકા કાપેલા નાખી હલાવો અને પછી તેમાં પલાળી રાખેલ વટાણા નાખી હળદર, ગરમ મસાલો નાખી, મીઠું પ્રમાણસર નાખી ૧|૨ કપ પાણી નાખી ૨-૩ સીટી સુધી ચડવા દો.
- 6
પુરી, રગડો, ચણા બટાકા મિક્ષ, ખજૂર આંબલી ની ચટણી, ફુદીના નુ પાણી, સેવ, ડુંગળી કાપેલી, સવઁ કરો.
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (4)