પનીર લહસની(paneer lasuni in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગ્રેવી માટે એક પેન માં તેલ મૂકી તેની અંદર જીરું, ઇલાયચી,ડુંગળી, ટામેટા, આદુ,લસણ,કાજુ,લાલ મરચા, હળદર, ધાણા જીરું પાઉડર, મીઠુ સ્વાદ મુજબ અને 1/2 કપ પાણી નાખી તેને ૧૫ મિનિટ ચડવા દેવું...
- 2
હવે ચડી ગયા બાદ તેને ઠડું થવા દેવું..ત્યારબાદ તેને મિક્સર જાર માં ફેરવી ગ્રેવી તૈયાર કરવી...
- 3
હવે એક પેન માં તેલ મૂકી તેની અંદર જીરું, કચળેલુ લસણ, આદુ,સમારેલી ડુંગળી, અને કાપેલા મરચા નાખી ૨ મિનિટ સાંતળવું.પછી તેમાં ગ્રેવી તૈયાર કરેલી નાખી મિક્સ કરી દેવી.
- 4
પછી તેની અંદર એક ચમચી દહીં, લાલ મરચું,ગરમ મસાલો, મીઠુ સ્વાદ મુજબ તમેજ કસુરી મેથી નાખી મિક્સ કરી દેવું..
- 5
હવે તેની અંદર પનીર નાખી તેને ૫ મિનિટ સાંતળવું..તો તૈયાર છે પનીર લહસની
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13118634



















ટિપ્પણીઓ (4)