મસાલા ખીચડી

Nirali F Patel @cook_21739230
આજે બારડોલી ની પ્રખ્યાત જલારામ ખીચડી બનાવાની કોશિશ કરી છે.
મસાલા ખીચડી
આજે બારડોલી ની પ્રખ્યાત જલારામ ખીચડી બનાવાની કોશિશ કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
શાકભાજી કાપી તૈયાર કરો. મગ ના ફાડા અને તુવર દાળ ને ધોઈ 15 મિનીટ પલાળો. મસાલા તૈયાર કરો.
- 2
કુકર માં તેલ મૂકો ગરમ થાય ત્યાર બાદ રાઈ જીરું તજ પાન વઘાર ના મરચાં ઉમેરો. ત્યાર બાદ મસાલા નાખો. સમારેલું શાક ઉમેરો. તુવેર દાળ અને મગ ના ફાડા ઉમેરો. 2 મિનીટ સાતળો.
- 3
ત્યાર બાદ ચોખા ઉમેરી 1 મિનીટ સાંતળો. જરૂર મુજબ પાણી ઉમેરો. ઘી અને લીલું કોપરું ઉમેરી ઢાંકણ બંધ કરી 4 સીટી વગાડી ગેસ બંધ કરી કુકર ઠંડુ થાય ત્યાં સુધી સીજવા દો.
- 4
10 મિનીટ બાદ કુકર ખોલી ને જોય લો. સર્વિંગ બાઉલ માં લઈ કોથમીર જોડે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13212890








ટિપ્પણીઓ (3)