રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકો ચણાનો લોટ ૧ વાટકો મેંદો બંને મિક્સ કરી અને તેમાં મીઠું અને હળદર નાખી લોટ બાંધી અને દસેક મિનિટ બાજુ પર મૂકી દો હવે મિક્સર જારમાં સુકુ કોપરું તલ વરિયાળી આખા ધાણા ગરમ મસાલો ચાટ મસાલો આમચૂર પાઉડર મરચા પાઉડર નમક અને ખાંડ નાખી ક્રશ કરી નાખો તો હવે આપણું લોટ અને મસાલો બંને તૈયાર છે
- 2
ત્યારબાદ એક લુવો લઇ તેની મોટી રોટલી વણી લેવી તેના પર થોડું તેલ લગાવી અને મસાલો પાથરી દેવો અને તેનો કડક રોલવાળી લેવો
- 3
ત્યારબાદ તેને કટ કરી અને હળવા હાથે પ્રેસ કરી દેવું
- 4
ત્યારબાદ તેને ધીમી આંચ પર તળી લેવી તૈયાર છે આપણી ટેસ્ટી ભાખરવડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13339833












ટિપ્પણીઓ (5)